الواقعة

Al-Waaqia

The Inevitable · Surah 56 · Ayahs: 96 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. إِذَا وَقَعَتِ ٱلۡوَاقِعَةُ

    Open ayah 56:1

    જ્યારે કયામત આવી પહોંચશે.

  2. لَيۡسَ لِوَقۡعَتِهَا كَاذِبَةٌ

    Open ayah 56:2

    તેને કોઈ જુઠલાવી નહિ શકે,

  3. خَافِضَةٞ رَّافِعَةٌ

    Open ayah 56:3

    તે (કયામત નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.

  4. إِذَا رُجَّتِ ٱلۡأَرۡضُ رَجّٗا

    Open ayah 56:4

    જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.

  5. وَبُسَّتِ ٱلۡجِبَالُ بَسّٗا

    Open ayah 56:5

    અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે

  6. فَكَانَتۡ هَبَآءٗ مُّنۢبَثّٗا

    Open ayah 56:6

    પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.

  7. وَكُنتُمۡ أَزۡوَٰجٗا ثَلَٰثَةٗ

    Open ayah 56:7

    તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો.

  8. فَأَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ

    Open ayah 56:8

    (એક જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા.

  9. وَأَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ

    Open ayah 56:9

    અને (બીજા ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ?

  10. وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ 

    Open ayah 56:10

    અને (ત્રીજા આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે.

  11. أُوْلَٰٓئِكَ ٱلۡمُقَرَّبُونَ

    Open ayah 56:11

    આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે.

  12. فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ

    Open ayah 56:12

    નેઅમતોવાળા બગીચામાં છે.

  13. ثُلَّةٞ مِّنَ ٱلۡأَوَّلِينَ

    Open ayah 56:13

    પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે.

  14. وَقَلِيلٞ مِّنَ ٱلۡأٓخِرِينَ

    Open ayah 56:14

    અને પાછળના લોકો માંથી ઓછા હશે.

  15. عَلَىٰ سُرُرٖ مَّوۡضُونَةٖ

    Open ayah 56:15

    આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,

  16. مُّتَّكِـِٔينَ عَلَيۡهَا مُتَقَٰبِلِينَ

    Open ayah 56:16

    એક બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.

  17. يَطُوفُ عَلَيۡهِمۡ وِلۡدَٰنٞ مُّخَلَّدُونَ

    Open ayah 56:17

    હંમેશા જવાન રહેનાર સેવકો તેમની આજુબાજુ હશે.

  18. بِأَكۡوَابٖ وَأَبَارِيقَ وَكَأۡسٖ مِّن مَّعِينٖ

    Open ayah 56:18

    એવી શરાબના પ્યાલા, જાગ અને જામ લઇ,

  19. لَّا يُصَدَّعُونَ عَنۡهَا وَلَا يُنزِفُونَ

    Open ayah 56:19

    જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.

  20. وَفَٰكِهَةٖ مِّمَّا يَتَخَيَّرُونَ 

    Open ayah 56:20

    અને એવા ફળો લઇને, જે તેઓને મનગમતા હશે,

  21. وَلَحۡمِ طَيۡرٖ مِّمَّا يَشۡتَهُونَ

    Open ayah 56:21

    અને પંખીઓના ગોશ્ત, જે તેઓને પસંદ હશે,

  22. وَحُورٌ عِينٞ

    Open ayah 56:22

    અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ હશે.

  23. كَأَمۡثَٰلِ ٱللُّؤۡلُوِٕ ٱلۡمَكۡنُونِ

    Open ayah 56:23

    જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.

  24. جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ

    Open ayah 56:24

    આ તે કર્મોનો બદલો હશે, જે તેઓ કરતા હતા.

  25. لَا يَسۡمَعُونَ فِيهَا لَغۡوٗا وَلَا تَأۡثِيمًا

    Open ayah 56:25

    ન ત્યાં બકવાસ સાંભળશે અને ન તો કોઈ ગુનાહની વાત.

  26. إِلَّا قِيلٗا سَلَٰمٗا سَلَٰمٗا

    Open ayah 56:26

    તેઓ બસ (એકબીજાને સલામ જ સલામ કહેતા હશે.

  27. وَأَصۡحَٰبُ ٱلۡيَمِينِ مَآ أَصۡحَٰبُ ٱلۡيَمِينِ

    Open ayah 56:27

    અને જમણા હાથવાળા કેટલા (ખુશનસીબ છે. જમણા હાથવાળાઓ.

  28. فِي سِدۡرٖ مَّخۡضُودٖ

    Open ayah 56:28

    તેઓ મજા કરશે, કાંટા વગરની વેલોમાં.

  29. وَطَلۡحٖ مَّنضُودٖ

    Open ayah 56:29

    અને એક પર એક બનાવેલા ખૂંટા.

  30. وَظِلّٖ مَّمۡدُودٖ 

    Open ayah 56:30

    દૂર સુધી ફેલાયેલા પડછાયા,

  31. وَمَآءٖ مَّسۡكُوبٖ

    Open ayah 56:31

    અને વહેતા પાણીમાં,

  32. وَفَٰكِهَةٖ كَثِيرَةٖ

    Open ayah 56:32

    અને ઘણા જ ફળોમાં હશે.

  33. لَّا مَقۡطُوعَةٖ وَلَا مَمۡنُوعَةٖ

    Open ayah 56:33

    જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.

  34. وَفُرُشٖ مَّرۡفُوعَةٍ

    Open ayah 56:34

    અને ઊંચા ઊંચા પાથરણા પર બેઠા હશે

  35. إِنَّآ أَنشَأۡنَٰهُنَّ إِنشَآءٗ

    Open ayah 56:35

    અમે તેમની (ની પત્નીઓને ખાસ તરીકાથી નવેસરથી પેદા કરીશું.

  36. فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا

    Open ayah 56:36

    અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવીશું.

  37. عُرُبًا أَتۡرَابٗا

    Open ayah 56:37

    જે પોતાના પતિને મુહબ્બત કરવાવાળી અને સરખી ઉંમરની હશે.

  38. لِّأَصۡحَٰبِ ٱلۡيَمِينِ

    Open ayah 56:38

    આ બધુ જ જમણા હાથવાળાઓ માટે હશે.

  39. ثُلَّةٞ مِّنَ ٱلۡأَوَّلِينَ

    Open ayah 56:39

    ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.

  40. وَثُلَّةٞ مِّنَ ٱلۡأٓخِرِينَ 

    Open ayah 56:40

    અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.

  41. وَأَصۡحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصۡحَٰبُ ٱلشِّمَالِ

    Open ayah 56:41

    અને ડાબા હાથવાળા જે હશે તો તેમની (નષ્ટતા)નું શું કહેવું?

  42. فِي سَمُومٖ وَحَمِيمٖ

    Open ayah 56:42

    તેઓ લુ અને ગરમ પાણી માં (હશે).

  43. وَظِلّٖ مِّن يَحۡمُومٖ

    Open ayah 56:43

    અને કાળા ધુમાડાના પડછાયામાં હશે.

  44. لَّا بَارِدٖ وَلَا كَرِيمٍ

    Open ayah 56:44

    જે ન તો ઠંડો હશે અને ન તો આરામદાયક.

  45. إِنَّهُمۡ كَانُواْ قَبۡلَ ذَٰلِكَ مُتۡرَفِينَ

    Open ayah 56:45

    નિ:શંક આ લોકો આ (પરિણામ પહેલા ખૂબ જ ઠાઠમાઠમાં હતા.

  46. وَكَانُواْ يُصِرُّونَ عَلَى ٱلۡحِنثِ ٱلۡعَظِيمِ

    Open ayah 56:46

    અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા હતા.

  47. وَكَانُواْ يَقُولُونَ أَئِذَا مِتۡنَا وَكُنَّا تُرَابٗا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ

    Open ayah 56:47

    અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે?

  48. أَوَءَابَآؤُنَا ٱلۡأَوَّلُونَ

    Open ayah 56:48

    અને શું અમારા આગળના બાપ દાદાઓ પણ ?

  49. قُلۡ إِنَّ ٱلۡأَوَّلِينَ وَٱلۡأٓخِرِينَ

    Open ayah 56:49

    તમે તેમને કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,

  50. لَمَجۡمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوۡمٖ مَّعۡلُومٖ 

    Open ayah 56:50

    સૌને એક નક્કી કરેલ દિવસે ભેગા કરવામાં આવશે,જેનો સમય નક્કી છે.

  51. ثُمَّ إِنَّكُمۡ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلۡمُكَذِّبُونَ

    Open ayah 56:51

    પછી તમે હે જૂઠલાવનારાઓ ! તમે ગુમરાહ છો.

  52. لَأٓكِلُونَ مِن شَجَرٖ مِّن زَقُّومٖ

    Open ayah 56:52

    તમારે એક એવું વ્રુક્ષ ખાવું પડશે, જેનું નામ ઝક્કૂમ છે.

  53. فَمَالِـُٔونَ مِنۡهَا ٱلۡبُطُونَ

    Open ayah 56:53

    અને તેનાથી જ તમે પેટ ભરશો.

  54. فَشَٰرِبُونَ عَلَيۡهِ مِنَ ٱلۡحَمِيمِ

    Open ayah 56:54

    પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.

  55. فَشَٰرِبُونَ شُرۡبَ ٱلۡهِيمِ

    Open ayah 56:55

    જેને તમે તરસ્યા ઊંટ જેવું પીશો, જે બીમાર હશે.

  56. هَٰذَا نُزُلُهُمۡ يَوۡمَ ٱلدِّينِ

    Open ayah 56:56

    બદલાના દિવસે તેઓની આ મહેમાની હશે.

  57. نَحۡنُ خَلَقۡنَٰكُمۡ فَلَوۡلَا تُصَدِّقُونَ

    Open ayah 56:57

    અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.

  58. أَفَرَءَيۡتُم مَّا تُمۡنُونَ

    Open ayah 56:58

    હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,

  59. ءَأَنتُمۡ تَخۡلُقُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلۡخَٰلِقُونَ

    Open ayah 56:59

    તો તે બાળકને તમે પેદા કરો છો અથવા તો તેને પેદા કરવાવાળા અમે જ છે ?

  60. نَحۡنُ قَدَّرۡنَا بَيۡنَكُمُ ٱلۡمَوۡتَ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ 

    Open ayah 56:60

    અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.

  61. عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمۡثَٰلَكُمۡ وَنُنشِئَكُمۡ فِي مَا لَا تَعۡلَمُونَ

    Open ayah 56:61

    કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી.

  62. وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلنَّشۡأَةَ ٱلۡأُولَىٰ فَلَوۡلَا تَذَكَّرُونَ

    Open ayah 56:62

    તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા ?

  63. أَفَرَءَيۡتُم مَّا تَحۡرُثُونَ

    Open ayah 56:63

    હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,

  64. ءَأَنتُمۡ تَزۡرَعُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلزَّٰرِعُونَ

    Open ayah 56:64

    તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.

  65. لَوۡ نَشَآءُ لَجَعَلۡنَٰهُ حُطَٰمٗا فَظَلۡتُمۡ تَفَكَّهُونَ

    Open ayah 56:65

    જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.

  66. إِنَّا لَمُغۡرَمُونَ

    Open ayah 56:66

    કે અમારા પર ભાર થઇ ગયો છે.

  67. بَلۡ نَحۡنُ مَحۡرُومُونَ

    Open ayah 56:67

    પરંતુ અમારું નસીબ જ ફૂટી ગયું.

  68. أَفَرَءَيۡتُمُ ٱلۡمَآءَ ٱلَّذِي تَشۡرَبُونَ

    Open ayah 56:68

    હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,

  69. ءَأَنتُمۡ أَنزَلۡتُمُوهُ مِنَ ٱلۡمُزۡنِ أَمۡ نَحۡنُ ٱلۡمُنزِلُونَ

    Open ayah 56:69

    તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ ?

  70. لَوۡ نَشَآءُ جَعَلۡنَٰهُ أُجَاجٗا فَلَوۡلَا تَشۡكُرُونَ 

    Open ayah 56:70

    જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા ?

  71. أَفَرَءَيۡتُمُ ٱلنَّارَ ٱلَّتِي تُورُونَ

    Open ayah 56:71

    હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,

  72. ءَأَنتُمۡ أَنشَأۡتُمۡ شَجَرَتَهَآ أَمۡ نَحۡنُ ٱلۡمُنشِـُٔونَ

    Open ayah 56:72

    તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે ?

  73. نَحۡنُ جَعَلۡنَٰهَا تَذۡكِرَةٗ وَمَتَٰعٗا لِّلۡمُقۡوِينَ

    Open ayah 56:73

    અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.

  74. فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ

    Open ayah 56:74

    બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારની તસ્બીહ કરતા રહો.

  75. ۞فَلَآ أُقۡسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ

    Open ayah 56:75

    બસ ! હું કસમ ખાઉં છુંમ એ જગ્યાની જ્યાં તારાઓના પડે છે.

  76. وَإِنَّهُۥ لَقَسَمٞ لَّوۡ تَعۡلَمُونَ عَظِيمٌ

    Open ayah 56:76

    અને જો તમને સમજતા હોય, તો આ ઘણી જ મોટી કસમ છે.

  77. إِنَّهُۥ لَقُرۡءَانٞ كَرِيمٞ

    Open ayah 56:77

    નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.

  78. فِي كِتَٰبٖ مَّكۡنُونٖ

    Open ayah 56:78

    જે એક સુરક્ષિત કિતાબમાં છે.

  79. لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ

    Open ayah 56:79

    તેને ફકત પવિત્ર લોકો જ સ્પર્શ કરી શકે છે.

  80. تَنزِيلٞ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ 

    Open ayah 56:80

    આ સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે.

  81. أَفَبِهَٰذَا ٱلۡحَدِيثِ أَنتُم مُّدۡهِنُونَ

    Open ayah 56:81

    શું તમે આ વાતને સામાન્ય જાણો છો ?

  82. وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ

    Open ayah 56:82

    અને તેની બાબતે તમે નક્કી કર્યું છે કે અમે ફકત જુઠલાવતા રહીશું.

  83. فَلَوۡلَآ إِذَا بَلَغَتِ ٱلۡحُلۡقُومَ

    Open ayah 56:83

    એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.

  84. وَأَنتُمۡ حِينَئِذٖ تَنظُرُونَ

    Open ayah 56:84

    અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.

  85. وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنكُمۡ وَلَٰكِن لَّا تُبۡصِرُونَ

    Open ayah 56:85

    અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા.

  86. فَلَوۡلَآ إِن كُنتُمۡ غَيۡرَ مَدِينِينَ

    Open ayah 56:86

    જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું?

  87. تَرۡجِعُونَهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ

    Open ayah 56:87

    અને જો તમે (પોતાની વાતમાં સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ.

  88. فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُقَرَّبِينَ

    Open ayah 56:88

    હા, (મૃત્યુ પામનાર અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય.

  89. فَرَوۡحٞ وَرَيۡحَانٞ وَجَنَّتُ نَعِيمٖ

    Open ayah 56:89

    તેને તો આરામ , ખોરાક અને આરામદાયક બગીચા હશે.

  90. وَأَمَّآ إِن كَانَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ 

    Open ayah 56:90

    અને જો તે વ્યક્તિ જમણા (હાથ વાળાઓ માંથી હશે.

  91. فَسَلَٰمٞ لَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ

    Open ayah 56:91

    તો (તેને કહેવામાં આવશે કે તમારા માટે સલામતી જ સલામતી છે, કે તમે જમણા હાથવાળાઓ માંથી છો.

  92. وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ

    Open ayah 56:92

    પરંતુ જો કોઇ જુઠલાવનારા ગુમરાહ લોકો માંથી હશે,

  93. فَنُزُلٞ مِّنۡ حَمِيمٖ

    Open ayah 56:93

    તો તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની હશે.

  94. وَتَصۡلِيَةُ جَحِيمٍ

    Open ayah 56:94

    અને તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે.

  95. إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلۡيَقِينِ

    Open ayah 56:95

    આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.

  96. فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ

    Open ayah 56:96

    બસ(હે પયગંબર ! તમે પોતાના પાલનહારનાં નામની તસ્બીહ કરતા રહો, જે ખૂબ જ મહાનતા વાળો છે.