القمر

Al-Qamar

The Moon · Surah 54 · Ayahs: 55 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. ٱقۡتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلۡقَمَرُ

    Open ayah 54:1

    કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો.

  2. وَإِن يَرَوۡاْ ءَايَةٗ يُعۡرِضُواْ وَيَقُولُواْ سِحۡرٞ مُّسۡتَمِرّٞ

    Open ayah 54:2

    આ (કાફિર જો કોઇ નિશાની જોઇ લે છે , તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો જાદુ છે, જે પહેલાથી ચાલતું આવ્યું છે.

  3. وَكَذَّبُواْ وَٱتَّبَعُوٓاْ أَهۡوَآءَهُمۡۚ وَكُلُّ أَمۡرٖ مُّسۡتَقِرّٞ

    Open ayah 54:3

    તેમણે તેને જુઠલાવ્યા અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યું. જ્યારે કે દરેક કાર્યનો એક સમય નક્કી છે.

  4. وَلَقَدۡ جَآءَهُم مِّنَ ٱلۡأَنۢبَآءِ مَا فِيهِ مُزۡدَجَرٌ

    Open ayah 54:4

    નિ:શંક તેમની પાસે (પહેલાની કોમોની ખબર પહોચી ગઈ છે, જેમાં ઘણી ચેતવણીઓ છે.

  5. حِكۡمَةُۢ بَٰلِغَةٞۖ فَمَا تُغۡنِ ٱلنُّذُرُ

    Open ayah 54:5

    (તેમાં સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ ચેતવણીઓ તેમના કોઈ કામમાં ન આવી.

  6. فَتَوَلَّ عَنۡهُمۡۘ يَوۡمَ يَدۡعُ ٱلدَّاعِ إِلَىٰ شَيۡءٖ نُّكُرٍ

    Open ayah 54:6

    બસ ! (હે પયગંબર તમે તેમના પરવા ન કરશો, જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે,

  7. خُشَّعًا أَبۡصَٰرُهُمۡ يَخۡرُجُونَ مِنَ ٱلۡأَجۡدَاثِ كَأَنَّهُمۡ جَرَادٞ مُّنتَشِرٞ

    Open ayah 54:7

    આ લોકો તે દિવસે પોતાની આંખો ઝુકાવી કબરોમાંથી એવી રીતે નીકળશે, જેવાકે વિખેરાયેલા તીડાં છે.

  8. مُّهۡطِعِينَ إِلَى ٱلدَّاعِۖ يَقُولُ ٱلۡكَٰفِرُونَ هَٰذَا يَوۡمٌ عَسِرٞ

    Open ayah 54:8

    પોકારવાવાળા તરફ દોડતા હશે, (તે દિવસે કાફિર કહેશે કે આ દિવસ ઘણો જ સખત છે.

  9. ۞كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ فَكَذَّبُواْ عَبۡدَنَا وَقَالُواْ مَجۡنُونٞ وَٱزۡدُجِرَ

    Open ayah 54:9

    તેમના પહેલા નૂહની કોમ પણ અમારા બંદાને જુઠલાવી ચૂકી છે અને કહેવા લાગ્યા કે આ તો પાગલ છે, અને તેને ઝાટકી નાખ્યો હતો.

  10. فَدَعَا رَبَّهُۥٓ أَنِّي مَغۡلُوبٞ فَٱنتَصِرۡ 

    Open ayah 54:10

    બસ ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર થઇ ગયો છું, હવે તું તેમનાથી બદલો લે.

  11. فَفَتَحۡنَآ أَبۡوَٰبَ ٱلسَّمَآءِ بِمَآءٖ مُّنۡهَمِرٖ

    Open ayah 54:11

    ત્યારે અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા.

  12. وَفَجَّرۡنَا ٱلۡأَرۡضَ عُيُونٗا فَٱلۡتَقَى ٱلۡمَآءُ عَلَىٰٓ أَمۡرٖ قَدۡ قُدِرَ

    Open ayah 54:12

    અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું

  13. وَحَمَلۡنَٰهُ عَلَىٰ ذَاتِ أَلۡوَٰحٖ وَدُسُرٖ

    Open ayah 54:13

    અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા પર સવાર કરી દીધા.

  14. تَجۡرِي بِأَعۡيُنِنَا جَزَآءٗ لِّمَن كَانَ كُفِرَ

    Open ayah 54:14

    જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો, તે લોકો માટે જેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો.

  15. وَلَقَد تَّرَكۡنَٰهَآ ءَايَةٗ فَهَلۡ مِن مُّدَّكِرٖ

    Open ayah 54:15

    અને તે હોડીને અમે એક નિશાની બનાવી છોડી દીધી, શું કોઈ છે શિખામણ પ્રાપ્ત કરનાર ?

  16. فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ

    Open ayah 54:16

    પછી (જુઓ મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?

  17. وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ

    Open ayah 54:17

    અને નિ:શંક અમે આ કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર ?

  18. كَذَّبَتۡ عَادٞ فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ

    Open ayah 54:18

    આદની કોમે પણ જુઠલાવ્યા, બસ ! પછી (જુઓ મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?

  19. إِنَّآ أَرۡسَلۡنَا عَلَيۡهِمۡ رِيحٗا صَرۡصَرٗا فِي يَوۡمِ نَحۡسٖ مُّسۡتَمِرّٖ

    Open ayah 54:19

    અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું, જે સતત ચાલતું રહ્યું.

  20. تَنزِعُ ٱلنَّاسَ كَأَنَّهُمۡ أَعۡجَازُ نَخۡلٖ مُّنقَعِرٖ 

    Open ayah 54:20

    જે લોકોને એવી રીતે ઉખાડી ફેંકતુ હતું, જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો હોય.

  21. فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ

    Open ayah 54:21

    પછી (જુઓ મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?

  22. وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ

    Open ayah 54:22

    નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર ?

  23. كَذَّبَتۡ ثَمُودُ بِٱلنُّذُرِ

    Open ayah 54:23

    ષમૂદની કોમે પણ ચેતવણી આપનારને જુઠલાવ્યા હતા.

  24. فَقَالُوٓاْ أَبَشَرٗا مِّنَّا وَٰحِدٗا نَّتَّبِعُهُۥٓ إِنَّآ إِذٗا لَّفِي ضَلَٰلٖ وَسُعُرٍ

    Open ayah 54:24

    અને તેઓ કહેવા લાગ્યા શું અમારા માંથી જ એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ ? ત્યારે તો અમે ગુમરાહી અને પાગલપણામાં પડી જઈશું.

  25. أَءُلۡقِيَ ٱلذِّكۡرُ عَلَيۡهِ مِنۢ بَيۡنِنَا بَلۡ هُوَ كَذَّابٌ أَشِرٞ

    Open ayah 54:25

    શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી ? ના પરંતુ તે તો જુઠો અને બડાઈ મારનાર છે.

  26. سَيَعۡلَمُونَ غَدٗا مَّنِ ٱلۡكَذَّابُ ٱلۡأَشِرُ

    Open ayah 54:26

    આ લોકો નજીકમાં જ જાણી લે શે કે જુઠો અને બડાઈ મારનાર કોણ છે?

  27. إِنَّا مُرۡسِلُواْ ٱلنَّاقَةِ فِتۡنَةٗ لَّهُمۡ فَٱرۡتَقِبۡهُمۡ وَٱصۡطَبِرۡ

    Open ayah 54:27

    (હે સાલિહ અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલી રહ્યા છે. બસ ! તમે સાબર કરી તેમના (પરિણામ)ની રાહ જુવો.

  28. وَنَبِّئۡهُمۡ أَنَّ ٱلۡمَآءَ قِسۡمَةُۢ بَيۡنَهُمۡۖ كُلُّ شِرۡبٖ مُّحۡتَضَرٞ

    Open ayah 54:28

    હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેમની અને ઊંટણીની વચ્ચે વહેંચાય જશે, દરેક પોતાની વારી પર હાજર થશે.

  29. فَنَادَوۡاْ صَاحِبَهُمۡ فَتَعَاطَىٰ فَعَقَرَ

    Open ayah 54:29

    તેમણે પોતાના એક સાથીને બોલાવ્યો , જેણે હુમલો કર્યો અને તેના પગ કાપી નાખ્યા.

  30. فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ 

    Open ayah 54:30

    પછી (જુઓ મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?

  31. إِنَّآ أَرۡسَلۡنَا عَلَيۡهِمۡ صَيۡحَةٗ وَٰحِدَةٗ فَكَانُواْ كَهَشِيمِ ٱلۡمُحۡتَظِرِ

    Open ayah 54:31

    અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ મોકલી. બસ ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ હોય.

  32. وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ

    Open ayah 54:32

    અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે ?

  33. كَذَّبَتۡ قَوۡمُ لُوطِۭ بِٱلنُّذُرِ

    Open ayah 54:33

    લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા.

  34. إِنَّآ أَرۡسَلۡنَا عَلَيۡهِمۡ حَاصِبًا إِلَّآ ءَالَ لُوطٖۖ نَّجَّيۡنَٰهُم بِسَحَرٖ

    Open ayah 54:34

    નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. પરંતુ અમે લૂતના ઘરવાળાઓને સહરીના સમયે બચાવી નિકાળી લીધા.

  35. نِّعۡمَةٗ مِّنۡ عِندِنَاۚ كَذَٰلِكَ نَجۡزِي مَن شَكَرَ

    Open ayah 54:35

    આ મારા તરફથી ઉપકાર હતો, અમે દરેક આભારીને આવી જ રીતે બદલો આપીએ છીએ.

  36. وَلَقَدۡ أَنذَرَهُم بَطۡشَتَنَا فَتَمَارَوۡاْ بِٱلنُّذُرِ

    Open ayah 54:36

    નિ:શંક (લૂતે તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને ઝઘડો કર્યો.

  37. وَلَقَدۡ رَٰوَدُوهُ عَن ضَيۡفِهِۦ فَطَمَسۡنَآ أَعۡيُنَهُمۡ فَذُوقُواْ عَذَابِي وَنُذُرِ

    Open ayah 54:37

    અને તેઓ (લૂત પાસે તેમના મહેમાનોની માંગણી કરતા રહ્યા, બસ ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ હવે મારો અઝાબ અને મારી ચેતવણીનો સ્વાદ ચાખો.

  38. وَلَقَدۡ صَبَّحَهُم بُكۡرَةً عَذَابٞ مُّسۡتَقِرّٞ

    Open ayah 54:38

    અને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ અઝાબ નષ્ટ કરી દીધા.

  39. فَذُوقُواْ عَذَابِي وَنُذُرِ

    Open ayah 54:39

    બસ ! (અમે કહ્યું કે હવે મારા અઝાબ અને મારી ચેતવણીઓનો સ્વાદ ચાખો.

  40. وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ 

    Open ayah 54:40

    અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે.

  41. وَلَقَدۡ جَآءَ ءَالَ فِرۡعَوۡنَ ٱلنُّذُرُ

    Open ayah 54:41

    અને ફિરઔનની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા હતા.

  42. كَذَّبُواْ بِـَٔايَٰتِنَا كُلِّهَا فَأَخَذۡنَٰهُمۡ أَخۡذَ عَزِيزٖ مُّقۡتَدِرٍ

    Open ayah 54:42

    તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી દીધી . બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા.

  43. أَكُفَّارُكُمۡ خَيۡرٞ مِّنۡ أُوْلَٰٓئِكُمۡ أَمۡ لَكُم بَرَآءَةٞ فِي ٱلزُّبُرِ

    Open ayah 54:43

    શું તમારા કાફિરો તેમના કરતા શ્રેષ્ઠ છે, અથવા તમારા માટે આકાશીય કિતાબોમાં નજાત લખી દેવામાં આવી છે?

  44. أَمۡ يَقُولُونَ نَحۡنُ جَمِيعٞ مُّنتَصِرٞ

    Open ayah 54:44

    શું તે લોકો એવું કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે.

  45. سَيُهۡزَمُ ٱلۡجَمۡعُ وَيُوَلُّونَ ٱلدُّبُرَ

    Open ayah 54:45

    નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે.

  46. بَلِ ٱلسَّاعَةُ مَوۡعِدُهُمۡ وَٱلسَّاعَةُ أَدۡهَىٰ وَأَمَرُّ

    Open ayah 54:46

    પરંતુ તેમના વચનનો ખરેખર સમય તો કયામત છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે.

  47. إِنَّ ٱلۡمُجۡرِمِينَ فِي ضَلَٰلٖ وَسُعُرٖ

    Open ayah 54:47

    નિ;શંક દુરાચારી લોકો ગુમરાહી પાગલપણામાં પડેલા છે.

  48. يَوۡمَ يُسۡحَبُونَ فِي ٱلنَّارِ عَلَىٰ وُجُوهِهِمۡ ذُوقُواْ مَسَّ سَقَرَ

    Open ayah 54:48

    જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેમને કહેવામાં આવશે હવે જહન્નમની આગનો મજા ચાખો.

  49. إِنَّا كُلَّ شَيۡءٍ خَلَقۡنَٰهُ بِقَدَرٖ

    Open ayah 54:49

    નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.

  50. وَمَآ أَمۡرُنَآ إِلَّا وَٰحِدَةٞ كَلَمۡحِۭ بِٱلۡبَصَرِ 

    Open ayah 54:50

    અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે, જેમકે પલકવારમાં.

  51. وَلَقَدۡ أَهۡلَكۡنَآ أَشۡيَاعَكُمۡ فَهَلۡ مِن مُّدَّكِرٖ

    Open ayah 54:51

    અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર ?

  52. وَكُلُّ شَيۡءٖ فَعَلُوهُ فِي ٱلزُّبُرِ

    Open ayah 54:52

    જે કંઇ પણ તેઓએ (કર્મો કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે.

  53. وَكُلُّ صَغِيرٖ وَكَبِيرٖ مُّسۡتَطَرٌ

    Open ayah 54:53

    (આવી જ રીતે દરેક નાની મોટી વાત પર લખેલ છે.

  54. إِنَّ ٱلۡمُتَّقِينَ فِي جَنَّٰتٖ وَنَهَرٖ

    Open ayah 54:54

    નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે.

  55. فِي مَقۡعَدِ صِدۡقٍ عِندَ مَلِيكٖ مُّقۡتَدِرِۭ

    Open ayah 54:55

    સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે.