الطور

At-Tur

The Mount · Surah 52 · Ayahs: 49 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. وَٱلطُّورِ

    Open ayah 52:1

    કસમ છે, તૂરની (એક પર્વતનું નામ).

  2. وَكِتَٰبٖ مَّسۡطُورٖ

    Open ayah 52:2

    અને તે કિતાબની, જે લખેલી છે.

  3. فِي رَقّٖ مَّنشُورٖ

    Open ayah 52:3

    જે ખુલ્લા પાના ઉપર (લખાયેલ છે.

  4. وَٱلۡبَيۡتِ ٱلۡمَعۡمُورِ

    Open ayah 52:4

    અને કસમ છે, બૈતે મઅમૂરની.

  5. وَٱلسَّقۡفِ ٱلۡمَرۡفُوعِ

    Open ayah 52:5

    અને ઊંચી છતની.

  6. وَٱلۡبَحۡرِ ٱلۡمَسۡجُورِ

    Open ayah 52:6

    અને ભડકાવવામાં આવેલ સમુદ્રના.

  7. إِنَّ عَذَابَ رَبِّكَ لَوَٰقِعٞ

    Open ayah 52:7

    નિ:શંક તમારા પાલનહારનો અઝાબ આવીને જ રહેશે.

  8. مَّا لَهُۥ مِن دَافِعٖ

    Open ayah 52:8

    તેને કોઇ રોકનાર નથી.

  9. يَوۡمَ تَمُورُ ٱلسَّمَآءُ مَوۡرٗا

    Open ayah 52:9

    જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે.

  10. وَتَسِيرُ ٱلۡجِبَالُ سَيۡرٗا 

    Open ayah 52:10

    અને પર્વતો ચાલવા લાગશે.

  11. فَوَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ

    Open ayah 52:11

    તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

  12. ٱلَّذِينَ هُمۡ فِي خَوۡضٖ يَلۡعَبُونَ

    Open ayah 52:12

    જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે.

  13. يَوۡمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا

    Open ayah 52:13

    જે દિવસે તેમને ધક્કા મારી મારીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.

  14. هَٰذِهِ ٱلنَّارُ ٱلَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ

    Open ayah 52:14

    (અને કહેવામાં આવશે આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.

  15. أَفَسِحۡرٌ هَٰذَآ أَمۡ أَنتُمۡ لَا تُبۡصِرُونَ

    Open ayah 52:15

    (હવે બતાવો શું આ જાદુ છે ? અથવા તો તમને કઈ દેખાતું જ નથી?

  16. ٱصۡلَوۡهَا فَٱصۡبِرُوٓاْ أَوۡ لَا تَصۡبِرُواْ سَوَآءٌ عَلَيۡكُمۡۖ إِنَّمَا تُجۡزَوۡنَ مَا كُنتُمۡ تَعۡمَلُونَ

    Open ayah 52:16

    આમાં દાખલ થઇ જાઓ, હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.

  17. إِنَّ ٱلۡمُتَّقِينَ فِي جَنَّٰتٖ وَنَعِيمٖ

    Open ayah 52:17

    નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે.

  18. فَٰكِهِينَ بِمَآ ءَاتَىٰهُمۡ رَبُّهُمۡ وَوَقَىٰهُمۡ رَبُّهُمۡ عَذَابَ ٱلۡجَحِيمِ

    Open ayah 52:18

    જે કઈ તેમનો પાલનહાર તેમને આપશે, તેનો આનંદ લઇ રહ્યા હશે, અને તેમનો પાલનહાર તેમને જહન્નમનાં અઝાબથી બચાવી લેશે.

  19. كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

    Open ayah 52:19

    (તેમને કહેવામાં આવશે મસ્ત ખાતા પીતા રહો, આ તે કાર્યોનો બદલો છે, જે તમે કરતા રહ્યા.

  20. مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٖ مَّصۡفُوفَةٖۖ وَزَوَّجۡنَٰهُم بِحُورٍ عِينٖ 

    Open ayah 52:20

    ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ બેઠા હશે અને અમે તેમના લગ્ન ગોરી ગોરી મોટી આંખોવાળી (હૂરો સાથે કરી દઈશું.

  21. وَٱلَّذِينَ ءَامَنُواْ وَٱتَّبَعَتۡهُمۡ ذُرِّيَّتُهُم بِإِيمَٰنٍ أَلۡحَقۡنَا بِهِمۡ ذُرِّيَّتَهُمۡ وَمَآ أَلَتۡنَٰهُم مِّنۡ عَمَلِهِم مِّن شَيۡءٖۚ كُلُّ ٱمۡرِيِٕۭ بِمَا كَسَبَ رَهِينٞ

    Open ayah 52:21

    જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, તો અમે તેમના સંતાનોને તેમની સાથે પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલો છે.

  22. وَأَمۡدَدۡنَٰهُم بِفَٰكِهَةٖ وَلَحۡمٖ مِّمَّا يَشۡتَهُونَ

    Open ayah 52:22

    અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું

  23. يَتَنَٰزَعُونَ فِيهَا كَأۡسٗا لَّا لَغۡوٞ فِيهَا وَلَا تَأۡثِيمٞ

    Open ayah 52:23

    ત્યાં મોજમસ્તી સાથે જામ (શરાબ ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો કોઈ પાપ.

  24. ۞وَيَطُوفُ عَلَيۡهِمۡ غِلۡمَانٞ لَّهُمۡ كَأَنَّهُمۡ لُؤۡلُؤٞ مَّكۡنُونٞ

    Open ayah 52:24

    અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે અને તેઓ એવા સુંદર હશે, જેવા કે છુપાવીને રાખેલા મોતી.

  25. وَأَقۡبَلَ بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٖ يَتَسَآءَلُونَ

    Open ayah 52:25

    તે અંદર અંદર એક બીજાથી સવાલ કરશે.

  26. قَالُوٓاْ إِنَّا كُنَّا قَبۡلُ فِيٓ أَهۡلِنَا مُشۡفِقِينَ

    Open ayah 52:26

    કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.

  27. فَمَنَّ ٱللَّهُ عَلَيۡنَا وَوَقَىٰنَا عَذَابَ ٱلسَّمُومِ

    Open ayah 52:27

    બસ ! આજે અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને લૂ ના અઝાબથી બચાવી લીધા

  28. إِنَّا كُنَّا مِن قَبۡلُ نَدۡعُوهُۖ إِنَّهُۥ هُوَ ٱلۡبَرُّ ٱلرَّحِيمُ

    Open ayah 52:28

    અમે આ પહેલા (દુનિયામાં તેની જ બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુ છે.

  29. فَذَكِّرۡ فَمَآ أَنتَ بِنِعۡمَتِ رَبِّكَ بِكَاهِنٖ وَلَا مَجۡنُونٍ

    Open ayah 52:29

    તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.

  30. أَمۡ يَقُولُونَ شَاعِرٞ نَّتَرَبَّصُ بِهِۦ رَيۡبَ ٱلۡمَنُونِ 

    Open ayah 52:30

    અથવા તેઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ વાટ જોઇ રહ્યા છે.

  31. قُلۡ تَرَبَّصُواْ فَإِنِّي مَعَكُم مِّنَ ٱلۡمُتَرَبِّصِينَ

    Open ayah 52:31

    કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.

  32. أَمۡ تَأۡمُرُهُمۡ أَحۡلَٰمُهُم بِهَٰذَآۚ أَمۡ هُمۡ قَوۡمٞ طَاغُونَ

    Open ayah 52:32

    શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ લોકો જ બળવાખોર છે.

  33. أَمۡ يَقُولُونَ تَقَوَّلَهُۥۚ بَل لَّا يُؤۡمِنُونَ

    Open ayah 52:33

    શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તેઓ ઇમાન લાવશે જ નહિ.

  34. فَلۡيَأۡتُواْ بِحَدِيثٖ مِّثۡلِهِۦٓ إِن كَانُواْ صَٰدِقِينَ

    Open ayah 52:34

    જો તે લોકો (પોતાની વાતોમાં સાચા છે તો પછી આના જેવી જ એક વાત લઈને આવે.

  35. أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ

    Open ayah 52:35

    શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે ?

  36. أَمۡ خَلَقُواْ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۚ بَل لَّا يُوقِنُونَ

    Open ayah 52:36

    શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે ? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર યકીન જ નથી રાખતા.

  37. أَمۡ عِندَهُمۡ خَزَآئِنُ رَبِّكَ أَمۡ هُمُ ٱلۡمُصَۜيۡطِرُونَ

    Open ayah 52:37

    અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના દેખરેખ રાખનાર છે.

  38. أَمۡ لَهُمۡ سُلَّمٞ يَسۡتَمِعُونَ فِيهِۖ فَلۡيَأۡتِ مُسۡتَمِعُهُم بِسُلۡطَٰنٖ مُّبِينٍ

    Open ayah 52:38

    અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને તેઓ (આકાશોની વાતો જાણી લાવે છે? (જો આવું જ હોય તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.

  39. أَمۡ لَهُ ٱلۡبَنَٰتُ وَلَكُمُ ٱلۡبَنُونَ

    Open ayah 52:39

    શું તે (અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા માટે પુત્રો છે ?

  40. أَمۡ تَسۡـَٔلُهُمۡ أَجۡرٗا فَهُم مِّن مَّغۡرَمٖ مُّثۡقَلُونَ 

    Open ayah 52:40

    શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી તેના ભારથી આ લોકો દબાયેલા છે ?

  41. أَمۡ عِندَهُمُ ٱلۡغَيۡبُ فَهُمۡ يَكۡتُبُونَ

    Open ayah 52:41

    શું તે લોકો પાસે ગેબનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?

  42. أَمۡ يُرِيدُونَ كَيۡدٗاۖ فَٱلَّذِينَ كَفَرُواْ هُمُ ٱلۡمَكِيدُونَ

    Open ayah 52:42

    અથવા શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો ઇન્કારીઓ છે.

  43. أَمۡ لَهُمۡ إِلَٰهٌ غَيۡرُ ٱللَّهِۚ سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يُشۡرِكُونَ

    Open ayah 52:43

    શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ છે ? (કદાપિ નહીં અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.

  44. وَإِن يَرَوۡاْ كِسۡفٗا مِّنَ ٱلسَّمَآءِ سَاقِطٗا يَقُولُواْ سَحَابٞ مَّرۡكُومٞ

    Open ayah 52:44

    જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.

  45. فَذَرۡهُمۡ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي فِيهِ يُصۡعَقُونَ

    Open ayah 52:45

    તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે, જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.

  46. يَوۡمَ لَا يُغۡنِي عَنۡهُمۡ كَيۡدُهُمۡ شَيۡـٔٗا وَلَا هُمۡ يُنصَرُونَ

    Open ayah 52:46

    જે દિવસે તેમની કોઈ ચાલ તેમના કોઇ કામમાં નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.

  47. وَإِنَّ لِلَّذِينَ ظَلَمُواْ عَذَابٗا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ

    Open ayah 52:47

    નિ:શંક જાલિમ લોકો માટે આખિરતના અઝાબ સિવાય (દુનિયામાં પણ અઝાબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.

  48. وَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعۡيُنِنَاۖ وَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ حِينَ تَقُومُ

    Open ayah 52:48

    (હે નબી! તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખોની સામે છો, અને જ્યારે તમે સવારે ઉઠો તો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.

  49. وَمِنَ ٱلَّيۡلِ فَسَبِّحۡهُ وَإِدۡبَٰرَ ٱلنُّجُومِ

    Open ayah 52:49

    અને રાત્રે પણ તેની તસ્બીહ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.