المطففين

Al-Mutaffifin

Defrauding · Surah 83 · Ayahs: 36 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. وَيۡلٞ لِّلۡمُطَفِّفِينَ

    Open ayah 83:1

    વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.

  2. ٱلَّذِينَ إِذَا ٱكۡتَالُواْ عَلَى ٱلنَّاسِ يَسۡتَوۡفُونَ

    Open ayah 83:2

    આવા લોકો જ્યારે બીજા પાસેથી તોલીને લે છે, તો પૂરેપૂરૂ લે છે.

  3. وَإِذَا كَالُوهُمۡ أَو وَّزَنُوهُمۡ يُخۡسِرُونَ

    Open ayah 83:3

    અને જ્યારે બીજાને માપીને કે તોલીને આપે છે, તો ઓછુ આપે છે.

  4. أَلَا يَظُنُّ أُوْلَٰٓئِكَ أَنَّهُم مَّبۡعُوثُونَ

    Open ayah 83:4

    શું તેઓ સમજતા નથી કે તેમને ફરી જીવિત કરવામાં આવશે.

  5. لِيَوۡمٍ عَظِيمٖ

    Open ayah 83:5

    તે મહાન દિવસ માટે.

  6. يَوۡمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ

    Open ayah 83:6

    જે દિવસે દરેક લોકો પોતાના પાલનહારની સામે ઉભા હશે.

  7. كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلۡفُجَّارِ لَفِي سِجِّينٖ

    Open ayah 83:7

    કદાપિ નહી, દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.

  8. وَمَآ أَدۡرَىٰكَ مَا سِجِّينٞ

    Open ayah 83:8

    તમને શું ખબર કે સિજ્જીન શું છે ?

  9. كِتَٰبٞ مَّرۡقُومٞ

    Open ayah 83:9

    (આ તો એક લખેલી કિતાબ છે,

  10. وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ 

    Open ayah 83:10

    તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.

  11. ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوۡمِ ٱلدِّينِ

    Open ayah 83:11

    જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.

  12. وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعۡتَدٍ أَثِيمٍ

    Open ayah 83:12

    તેને ફકત તેઓ જ જુઠલાવે છે, જેઓ હદનું ઉલ્લંઘન કરનાર (અને ગુનેહગાર હોય.

  13. إِذَا تُتۡلَىٰ عَلَيۡهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ

    Open ayah 83:13

    જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.

  14. كَلَّاۖ بَلۡۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُواْ يَكۡسِبُونَ

    Open ayah 83:14

    કદાપિ નહી, વાત એવી નથી, પરંતુ તેમના હૃદયો પર તેમના ખરાબ કર્મોના કાટ (ચઢી ગયો છે.

  15. كَلَّآ إِنَّهُمۡ عَن رَّبِّهِمۡ يَوۡمَئِذٖ لَّمَحۡجُوبُونَ

    Open ayah 83:15

    કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારના (દિદારથી છેટા રાખવામાં આવશે.

  16. ثُمَّ إِنَّهُمۡ لَصَالُواْ ٱلۡجَحِيمِ

    Open ayah 83:16

    ફરી તે લોકો જહન્નમમાં દાખલ કરવામાં આવશે.

  17. ثُمَّ يُقَالُ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

    Open ayah 83:17

    પછી તેમને કહીં દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેને તમે જુઠલાવતા હતા.

  18. كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلۡأَبۡرَارِ لَفِي عِلِّيِّينَ

    Open ayah 83:18

    કદાપિ નહી, સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.

  19. وَمَآ أَدۡرَىٰكَ مَا عِلِّيُّونَ

    Open ayah 83:19

    તમને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે ?

  20. كِتَٰبٞ مَّرۡقُومٞ 

    Open ayah 83:20

    (તે તો એક લેખિત પુસ્તક છે.

  21. يَشۡهَدُهُ ٱلۡمُقَرَّبُونَ

    Open ayah 83:21

    નિકટ (ફરિશ્તાઓ તેની દેખરેખ કરી રહ્યા છે.

  22. إِنَّ ٱلۡأَبۡرَارَ لَفِي نَعِيمٍ

    Open ayah 83:22

    નિ:શંક સદાચારીઓ (ખુબ જ નેઅમતોમાં હશે.

  23. عَلَى ٱلۡأَرَآئِكِ يَنظُرُونَ

    Open ayah 83:23

    ઉચ્ચ આસનો પર બેસી જોઈ રહ્યા હશે.

  24. تَعۡرِفُ فِي وُجُوهِهِمۡ نَضۡرَةَ ٱلنَّعِيمِ

    Open ayah 83:24

    તમે તેમના ચહેરાઓ પરથી જ તેમની પ્રસન્નતાને ઓળખી લેશો.

  25. يُسۡقَوۡنَ مِن رَّحِيقٖ مَّخۡتُومٍ

    Open ayah 83:25

    આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.

  26. خِتَٰمُهُۥ مِسۡكٞۚ وَفِي ذَٰلِكَ فَلۡيَتَنَافَسِ ٱلۡمُتَنَٰفِسُونَ

    Open ayah 83:26

    જેના પર કસ્તુરીનું સિલ હશે. અને જે વ્યક્તિ આ બધી નેઅમતોની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો તેણે આગળ વધવું જોઈએ.

  27. وَمِزَاجُهُۥ مِن تَسۡنِيمٍ

    Open ayah 83:27

    અને તેની મિલાવટ તસ્નીમની હશે.

  28. عَيۡنٗا يَشۡرَبُ بِهَا ٱلۡمُقَرَّبُونَ

    Open ayah 83:28

    (એટલે કે તે ઝરણું જેનું પાણી નિકટનાં લોકો પીશે.

  29. إِنَّ ٱلَّذِينَ أَجۡرَمُواْ كَانُواْ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ يَضۡحَكُونَ

    Open ayah 83:29

    અપરાધીઓ (દુનિયામાં ઇમાન વાળોઓની મજાક ઉડાવતા હતા.

  30. وَإِذَا مَرُّواْ بِهِمۡ يَتَغَامَزُونَ 

    Open ayah 83:30

    અને જ્યારે તેમની પાસેથી પસાર થતા તો એક બીજાને આંખોના ઇશારા કરતા હતા.

  31. وَإِذَا ٱنقَلَبُوٓاْ إِلَىٰٓ أَهۡلِهِمُ ٱنقَلَبُواْ فَكِهِينَ

    Open ayah 83:31

    અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા પાછા ફરતા હતા.

  32. وَإِذَا رَأَوۡهُمۡ قَالُوٓاْ إِنَّ هَٰٓؤُلَآءِ لَضَآلُّونَ

    Open ayah 83:32

    અને જ્યારે ઈમાનવાળાઓને જોતા તો કહેતા, ખરેખર આ જ લોકો ગુમરાહ છે.

  33. وَمَآ أُرۡسِلُواْ عَلَيۡهِمۡ حَٰفِظِينَ

    Open ayah 83:33

    જો કે તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને મોકલવામાં નથી આવ્યા.

  34. فَٱلۡيَوۡمَ ٱلَّذِينَ ءَامَنُواْ مِنَ ٱلۡكُفَّارِ يَضۡحَكُونَ

    Open ayah 83:34

    બસ ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે.

  35. عَلَى ٱلۡأَرَآئِكِ يَنظُرُونَ

    Open ayah 83:35

    ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત જોઇ રહ્યા હશે.

  36. هَلۡ ثُوِّبَ ٱلۡكُفَّارُ مَا كَانُواْ يَفۡعَلُونَ

    Open ayah 83:36

    કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે.