الإنفطار

Al-Infitaar

The Cleaving · Surah 82 · Ayahs: 19 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتۡ

    Open ayah 82:1

    જ્યારે આકાશ ફાટી પડશે.

  2. وَإِذَا ٱلۡكَوَاكِبُ ٱنتَثَرَتۡ

    Open ayah 82:2

    અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.

  3. وَإِذَا ٱلۡبِحَارُ فُجِّرَتۡ

    Open ayah 82:3

    અને જ્યારે દરિયાઓ વહેવા લાગશે.

  4. وَإِذَا ٱلۡقُبُورُ بُعۡثِرَتۡ

    Open ayah 82:4

    અને જ્યારે કબરો (ફાડીને ઉખાડી નાખવામાં આવશે.

  5. عَلِمَتۡ نَفۡسٞ مَّا قَدَّمَتۡ وَأَخَّرَتۡ

    Open ayah 82:5

    (તે દિવસે પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે, કે તેણે આગળ શું મમોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?

  6. يَٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلۡكَرِيمِ

    Open ayah 82:6

    હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે.

  7. ٱلَّذِي خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ

    Open ayah 82:7

    જે (પાલનહારે તને પેદા કર્યો પછી ઠીક ઠાક કર્યો, પછી બરાબર બનાવ્યો.

  8. فِيٓ أَيِّ صُورَةٖ مَّا شَآءَ رَكَّبَكَ

    Open ayah 82:8

    જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી તૈયાર કર્યો.

  9. كَلَّا بَلۡ تُكَذِّبُونَ بِٱلدِّينِ

    Open ayah 82:9

    કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.

  10. وَإِنَّ عَلَيۡكُمۡ لَحَٰفِظِينَ 

    Open ayah 82:10

    નિ:શંક તમારા પર નિરીક્ષક (ફરિશ્તા નક્કી છે.

  11. كِرَامٗا كَٰتِبِينَ

    Open ayah 82:11

    જે પ્રતિષ્ઠિત છે, કાર્યો લખનાર,

  12. يَعۡلَمُونَ مَا تَفۡعَلُونَ

    Open ayah 82:12

    તેઓ જાણે છે, જે કઈ તમે કરી રહ્યા છો.

  13. إِنَّ ٱلۡأَبۡرَارَ لَفِي نَعِيمٖ

    Open ayah 82:13

    ખરેખર સદાચારી લોકો નેઅમતોમાં હશે.

  14. وَإِنَّ ٱلۡفُجَّارَ لَفِي جَحِيمٖ

    Open ayah 82:14

    અને દુરચારી લોકો જહન્નમમાં હશે.

  15. يَصۡلَوۡنَهَا يَوۡمَ ٱلدِّينِ

    Open ayah 82:15

    બદલાના દિવસે તેમાં દાખલ કરી દેવામાં આવશે.

  16. وَمَا هُمۡ عَنۡهَا بِغَآئِبِينَ

    Open ayah 82:16

    અને તેઓ જહન્નમથી ગાયબ નથી થઇ શકતા.

  17. وَمَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلدِّينِ

    Open ayah 82:17

    અને તમને શું ખબર બદલાનો દિવસ શું છે.

  18. ثُمَّ مَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلدِّينِ

    Open ayah 82:18

    ફરીવાર (કહું છું તમને શું ખબર બદલાનો દિવસ શું છે ?

  19. يَوۡمَ لَا تَمۡلِكُ نَفۡسٞ لِّنَفۡسٖ شَيۡـٔٗاۖ وَٱلۡأَمۡرُ يَوۡمَئِذٖ لِّلَّهِ

    Open ayah 82:19

    જે દિવસે કોઇ કોઇનામાટે કંઇ નહીં કરી શકતો હોય, તે દિવસે દરેક આદેશ અલ્લાહનો જ ચાલશે.