التكوير
At-Takwir
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا ٱلشَّمۡسُ كُوِّرَتۡ
Open ayah 81:1જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે.
وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتۡ
Open ayah 81:2અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ
Open ayah 81:3અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે.
وَإِذَا ٱلۡعِشَارُ عُطِّلَتۡ
Open ayah 81:4અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને પોતાની હાલત પર છોડી દેવામાં આવશે.
وَإِذَا ٱلۡوُحُوشُ حُشِرَتۡ
Open ayah 81:5અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે.
وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ
Open ayah 81:6અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે.
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ
Open ayah 81:7અને જ્યારે પ્રાણ (શરીરો સાથે જોડી દેવામાં આવશે.
وَإِذَا ٱلۡمَوۡءُۥدَةُ سُئِلَتۡ
Open ayah 81:8અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે.
بِأَيِّ ذَنۢبٖ قُتِلَتۡ
Open ayah 81:9કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી ?
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ
Open ayah 81:10અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે.
وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتۡ
Open ayah 81:11અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે.
وَإِذَا ٱلۡجَحِيمُ سُعِّرَتۡ
Open ayah 81:12અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે.
وَإِذَا ٱلۡجَنَّةُ أُزۡلِفَتۡ
Open ayah 81:13અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે.
عَلِمَتۡ نَفۡسٞ مَّآ أَحۡضَرَتۡ
Open ayah 81:14(તે સમયે પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે શું લઇને આવ્યો છે.
فَلَآ أُقۡسِمُ بِٱلۡخُنَّسِ
Open ayah 81:15હું પાછળ હટવાવાળા તારાઓની કસમ ખાઉ છું.
ٱلۡجَوَارِ ٱلۡكُنَّسِ
Open ayah 81:16જે સીધા ચાલતા ચાલતા ગાયબ થઇ જાય છે.
وَٱلَّيۡلِ إِذَا عَسۡعَسَ
Open ayah 81:17અને રાતની, જ્યારે તેનું અંધારું છવાઈ જાય.
وَٱلصُّبۡحِ إِذَا تَنَفَّسَ
Open ayah 81:18અને સવારની જ્યારે તે શ્વાસ લેવા લાગે.
إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ
Open ayah 81:19નિ:શંક આ (કુરઆન એક ઇઝઝતવાળા ફરિશ્તાની લાવેલી વાણી છે.
ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٖ
Open ayah 81:20જે ઘણો શક્તિશાળી છે. અને અર્શવાળા પાસે તેનો ઉચ્ચ દરજ્જો છે.
مُّطَاعٖ ثَمَّ أَمِينٖ
Open ayah 81:21ત્યાં તેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે.
وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٖ
Open ayah 81:22અને(મક્કાના કાફીરો તમારા સાથી પાગલ નથી.
وَلَقَدۡ رَءَاهُ بِٱلۡأُفُقِ ٱلۡمُبِينِ
Open ayah 81:23તેણે તેને (જિબ્રઇલ આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે.
وَمَا هُوَ عَلَى ٱلۡغَيۡبِ بِضَنِينٖ
Open ayah 81:24અને તે ગૈબની વાતો (લોકો સુધી પહોચાડવા માટે કંજુસ પણ નથી.
وَمَا هُوَ بِقَوۡلِ شَيۡطَٰنٖ رَّجِيمٖ
Open ayah 81:25અને ન તો આ કુરઆન કોઈ ધિક્કારેલા શયતાનનું કથન છે.
فَأَيۡنَ تَذۡهَبُونَ
Open ayah 81:26પછી તમે ક્યાં જઇ રહ્યા છો?
إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ لِّلۡعَٰلَمِينَ
Open ayah 81:27આ સમગ્ર સૃષ્ટિના લોકો માટે એક નસીહત છે.
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَسۡتَقِيمَ
Open ayah 81:28(ખાસ કરીને તેમના માટે, જેઓ સીધો માર્ગ પર ચાલવા માંગે.
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ
Open ayah 81:29અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય.