النازعات
An-Naazi'aat
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلنَّٰزِعَٰتِ غَرۡقٗا
Open ayah 79:1કસમ છે તે (ફરિશ્તાઓની જેઓ (કાફિરોની રૂહ સખતી સાથે ખેંચે છે.
وَٱلنَّٰشِطَٰتِ نَشۡطٗا
Open ayah 79:2અને તે (ફરિશ્તાની કસમ! જે (મોમિનોની રૂહ નરમી સાથે ખોલી નાખે છે.
وَٱلسَّٰبِحَٰتِ سَبۡحٗا
Open ayah 79:3અને તેમની કસમ ! જે સૃષ્ટિમાં ઝડપથી તરે ફરે છે.
فَٱلسَّٰبِقَٰتِ سَبۡقٗا
Open ayah 79:4પછી દોડીને એકબીજાથી આગળ વધનારાઓની કસમ !
فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا
Open ayah 79:5પછી તેમની કસમ ! જેઓ આદેશ મળ્યા પછી તેને (પૂરો કરવાની વ્યવસ્થા કરે છે.
يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ
Open ayah 79:6જે દિવસ ધ્રુજવાવાળી જમીન ધ્રુજવા લાગશે.
تَتۡبَعُهَا ٱلرَّادِفَةُ
Open ayah 79:7ત્યારપછી એકબીજો ઝટકો આવશે.
قُلُوبٞ يَوۡمَئِذٖ وَاجِفَةٌ
Open ayah 79:8તેનાથી (કેટલાક હૃદય ધ્રુજી રહ્યા હશે.
أَبۡصَٰرُهَا خَٰشِعَةٞ
Open ayah 79:9તેમની આંખો ઝુકેલી હશે.
يَقُولُونَ أَءِنَّا لَمَرۡدُودُونَ فِي ٱلۡحَافِرَةِ
Open ayah 79:10તે મક્કાનાં કાફિરો કહેશે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું ?
أَءِذَا كُنَّا عِظَٰمٗا نَّخِرَةٗ
Open ayah 79:11તે સમયે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું ?
قَالُواْ تِلۡكَ إِذٗا كَرَّةٌ خَاسِرَةٞ
Open ayah 79:12કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક રહેશે.
فَإِنَّمَا هِيَ زَجۡرَةٞ وَٰحِدَةٞ
Open ayah 79:13સત્ય વાત એ છે કે તે એક સખત અવાજ હશે.
فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ
Open ayah 79:14તેના પછી તેઓ એક સપાટ મેદાનમાં હશે.
هَلۡ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ
Open ayah 79:15શું તમને મૂસા ની વાત પહોંચી છે ?
إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى
Open ayah 79:16જ્યારે પવિત્ર ઘાટી “તૂવા” માં તેમને તેમના પાલનહારે પોકાર્યો.
ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ
Open ayah 79:17(કે તમે ફિરઔન પાસે જાઓ, તે વિદ્રોહી બની ગયો છે.
فَقُلۡ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ
Open ayah 79:18અને તેને કહો, શું તું તારી ઈસ્લાહ કરવા ઈચ્છે છે ?
وَأَهۡدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخۡشَىٰ
Open ayah 79:19અને એ કે હું તને તારા પાલનહારનો માર્ગ બતાવું, જેથી તુ (તેનાથી ડરવા લાગે.
فَأَرَىٰهُ ٱلۡأٓيَةَ ٱلۡكُبۡرَىٰ
Open ayah 79:20પછી તેને (મૂસાએ મોટી નિશાની બતાવી.
فَكَذَّبَ وَعَصَىٰ
Open ayah 79:21તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
ثُمَّ أَدۡبَرَ يَسۡعَىٰ
Open ayah 79:22પછી પીઠ બતાવીને યુક્તિઓ કરવા લાગ્યો.
فَحَشَرَ فَنَادَىٰ
Open ayah 79:23તેણે સૌને ભેગા કરી પોકાર્યા.
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ
Open ayah 79:24કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું.
فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلۡأٓخِرَةِ وَٱلۡأُولَىٰٓ
Open ayah 79:25તો અલ્લાહ તેને આખિરત અને દુનિયાના અઝાબમાં પકડી લીધો.
إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةٗ لِّمَن يَخۡشَىٰٓ
Open ayah 79:26આ કિસ્સામાં નસીહત છે, તે વ્યક્તિ માટે જે (અલ્લાહની પકડથી ડરતો હોય.
ءَأَنتُمۡ أَشَدُّ خَلۡقًا أَمِ ٱلسَّمَآءُۚ بَنَىٰهَا
Open ayah 79:27શું તમને પેદા કરવું વધારે મુશ્કેલ છે કે આકાશનું? જેને તેણે બનાવ્યું.
رَفَعَ سَمۡكَهَا فَسَوَّىٰهَا
Open ayah 79:28તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
وَأَغۡطَشَ لَيۡلَهَا وَأَخۡرَجَ ضُحَىٰهَا
Open ayah 79:29અને તેની રાતને અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
وَٱلۡأَرۡضَ بَعۡدَ ذَٰلِكَ دَحَىٰهَآ
Open ayah 79:30અને ત્યારપછી ધરતીને (સમતોલ પાથરી દીધી.
أَخۡرَجَ مِنۡهَا مَآءَهَا وَمَرۡعَىٰهَا
Open ayah 79:31તેનાથી પાણી અને ઘાસ ચારો ઉપજાવ્યો.
وَٱلۡجِبَالَ أَرۡسَىٰهَا
Open ayah 79:32અને પર્વતોને (સખત ઠોસી દીધા.
مَتَٰعٗا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ
Open ayah 79:33આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلۡكُبۡرَىٰ
Open ayah 79:34તો જ્યારે મોટી આફત આવી જશે.
يَوۡمَ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ مَا سَعَىٰ
Open ayah 79:35તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
وَبُرِّزَتِ ٱلۡجَحِيمُ لِمَن يَرَىٰ
Open ayah 79:36અને (દરેક જોવાવાળા સામે જહન્નમ લાવવામાં આવશે.
فَأَمَّا مَن طَغَىٰ
Open ayah 79:37તો જે (માનવીએ અવજ્ઞા કરી (હશે).
وَءَاثَرَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا
Open ayah 79:38અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
فَإِنَّ ٱلۡجَحِيمَ هِيَ ٱلۡمَأۡوَىٰ
Open ayah 79:39(તેનું ઠેકાણું જહન્નમ જ હશે.
وَأَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفۡسَ عَنِ ٱلۡهَوَىٰ
Open ayah 79:40હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે (સવાલોના જવાબ આપવા માટે ઉભો રહેવાથી ડરતો રહ્યો, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
فَإِنَّ ٱلۡجَنَّةَ هِيَ ٱلۡمَأۡوَىٰ
Open ayah 79:41તો જન્નત જ તેનું ઠેકાણું હશે.
يَسۡـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرۡسَىٰهَا
Open ayah 79:42આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે?
فِيمَ أَنتَ مِن ذِكۡرَىٰهَآ
Open ayah 79:43તમને તેની ચર્ચા કરવાની શી જરૂર ?
إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ
Open ayah 79:44તેનું જ્ઞાન તો તમારા પાલનહાર પાસે જ ખત્મ થાય છે.
إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخۡشَىٰهَا
Open ayah 79:45તમે તો ફકત એક ડરાવનાર છો, તે વ્યક્તિને જે તેનાથી ડરી જાય.
كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَهَا لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا عَشِيَّةً أَوۡ ضُحَىٰهَا
Open ayah 79:46જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો તેમને એવું લાગશે કે તેઓ (દુનિયામાં ફકતએક દિવસની સાંજ અથવા તેની પહોર રોકાયા છે.