النبإ

An-Naba

The Announcement · Surah 78 · Ayahs: 40 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. عَمَّ يَتَسَآءَلُونَ

    Open ayah 78:1

    કઈ વસ્તુ બાબતે તેઓ સવાલ કરી રહ્યા છે?

  2. عَنِ ٱلنَّبَإِ ٱلۡعَظِيمِ

    Open ayah 78:2

    તે જબરદસ્ત ખબર વિશે?

  3. ٱلَّذِي هُمۡ فِيهِ مُخۡتَلِفُونَ

    Open ayah 78:3

    જેના વિશે તેઓ એકબીજાથી મતભેદ કરી રહ્યા છે.

  4. كَلَّا سَيَعۡلَمُونَ

    Open ayah 78:4

    કદાપિ નહી, તેઓ નજીકમાં જ જાણી લેશે.

  5. ثُمَّ كَلَّا سَيَعۡلَمُونَ

    Open ayah 78:5

    ફરી તેઓ નજીકમાં જ જાણી લેશે.

  6. أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ مِهَٰدٗا

    Open ayah 78:6

    શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?

  7. وَٱلۡجِبَالَ أَوۡتَادٗا

    Open ayah 78:7

    અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા ?)

  8. وَخَلَقۡنَٰكُمۡ أَزۡوَٰجٗا

    Open ayah 78:8

    અને તમને જોડકામાં પેદા કર્યા.

  9. وَجَعَلۡنَا نَوۡمَكُمۡ سُبَاتٗا

    Open ayah 78:9

    અને તમારી નિદ્રાને તમારા માટે આરામનું કારણ બનાવી.

  10. وَجَعَلۡنَا ٱلَّيۡلَ لِبَاسٗا 

    Open ayah 78:10

    અને રાતને અમે પરદાનું કારણ બનાવ્યું.

  11. وَجَعَلۡنَا ٱلنَّهَارَ مَعَاشٗا

    Open ayah 78:11

    અને દિવસને કમાણી માટે બનાવ્યો.

  12. وَبَنَيۡنَا فَوۡقَكُمۡ سَبۡعٗا شِدَادٗا

    Open ayah 78:12

    અને અમે તમારા ઉપર સાત મજબુત (આકાશો બનાવ્યા.

  13. وَجَعَلۡنَا سِرَاجٗا وَهَّاجٗا

    Open ayah 78:13

    અને એક ચમકતો દીવો (સૂર્ય બનાવ્યો.

  14. وَأَنزَلۡنَا مِنَ ٱلۡمُعۡصِرَٰتِ مَآءٗ ثَجَّاجٗا

    Open ayah 78:14

    અને અમે જ ભરેલા વાદળો માંથી મુશળધાર વરસાદ વરસાવ્યો.

  15. لِّنُخۡرِجَ بِهِۦ حَبّٗا وَنَبَاتٗا

    Open ayah 78:15

    જેથી તેનાથી અમે અનાજ અને વનસ્પતિ ઉપજાવીએ.

  16. وَجَنَّٰتٍ أَلۡفَافًا

    Open ayah 78:16

    અને હર્યા ભર્યા બાગ. ( પણ ઉપજાવીએ)

  17. إِنَّ يَوۡمَ ٱلۡفَصۡلِ كَانَ مِيقَٰتٗا

    Open ayah 78:17

    નિ:શંક ફેસલાનો દિવસ એક નક્કી કરેલ સમય છે.

  18. يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِ فَتَأۡتُونَ أَفۡوَاجٗا

    Open ayah 78:18

    જે દિવસે સૂર ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ નીકળી આવશો.

  19. وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ أَبۡوَٰبٗا

    Open ayah 78:19

    અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.

  20. وَسُيِّرَتِ ٱلۡجِبَالُ فَكَانَتۡ سَرَابًا 

    Open ayah 78:20

    અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે ચમકતી રેતીની જેમ બની જશે.

  21. إِنَّ جَهَنَّمَ كَانَتۡ مِرۡصَادٗا

    Open ayah 78:21

    નિ:શંક જહન્નમ ઘાતમાં છે.

  22. لِّلطَّٰغِينَ مَـَٔابٗا

    Open ayah 78:22

    જે દુરાચારીઓનું ઠેકાણુ છે.

  23. لَّٰبِثِينَ فِيهَآ أَحۡقَابٗا

    Open ayah 78:23

    જેમાં તેઓ અગણિત વર્ષો સુધી એવી રીતે પડ્યા હશે.

  24. لَّا يَذُوقُونَ فِيهَا بَرۡدٗا وَلَا شَرَابًا

    Open ayah 78:24

    કે ન તો તેઓ ત્યાં કોઈ ઠંડકનો સ્વાદ ચાખશે અને ન તો પીવા માટે પીણુંનો સ્વાદ ચાખી શકશે.

  25. إِلَّا حَمِيمٗا وَغَسَّاقٗا

    Open ayah 78:25

    સિવાય ગરમ પાણી અને (વહેતુ પરૂ.

  26. جَزَآءٗ وِفَاقًا

    Open ayah 78:26

    આ (તેમનો સંપૂર્ણ બદલો હશે.

  27. إِنَّهُمۡ كَانُواْ لَا يَرۡجُونَ حِسَابٗا

    Open ayah 78:27

    તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.

  28. وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَا كِذَّابٗا

    Open ayah 78:28

    અને હંમેશા અમારી આયતોને જુઠલાવતા હતા.

  29. وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ كِتَٰبٗا

    Open ayah 78:29

    અને અમે દરેક વસ્તુને લખીને સુરક્ષિત રાખી છે.

  30. فَذُوقُواْ فَلَن نَّزِيدَكُمۡ إِلَّا عَذَابًا 

    Open ayah 78:30

    (અને તેમને કહેવામાં આવશે કે હવે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નહિ કરીએ.

  31. إِنَّ لِلۡمُتَّقِينَ مَفَازًا

    Open ayah 78:31

    નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.

  32. حَدَآئِقَ وَأَعۡنَٰبٗا

    Open ayah 78:32

    બગીચાઓ અને દ્રાક્ષ છે.

  33. وَكَوَاعِبَ أَتۡرَابٗا

    Open ayah 78:33

    અને નવયુવાન અને સરખી વયની કુમારિકાઓ.

  34. وَكَأۡسٗا دِهَاقٗا

    Open ayah 78:34

    અને છલકાતા પ્યાલા.

  35. لَّا يَسۡمَعُونَ فِيهَا لَغۡوٗا وَلَا كِذَّٰبٗا

    Open ayah 78:35

    ત્યાં ન તો બકવાસ સાંભળશે અને ન તો કોઈ જુઠી વાત.

  36. جَزَآءٗ مِّن رَّبِّكَ عَطَآءً حِسَابٗا

    Open ayah 78:36

    આ તમારા પાલનહાર તરફથી બદલો હશે, જે પોતાના કર્મ પ્રમાણે મળશે.

  37. رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا ٱلرَّحۡمَٰنِۖ لَا يَمۡلِكُونَ مِنۡهُ خِطَابٗا

    Open ayah 78:37

    જે આકાશો અને જમીન અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે, તેનો પાલનહાર છે, અને તે ખુબજ રહમકરવાવાળો છે, (તે દિવસે કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.

  38. يَوۡمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلۡمَلَٰٓئِكَةُ صَفّٗاۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنۡ أَذِنَ لَهُ ٱلرَّحۡمَٰنُ وَقَالَ صَوَابٗا

    Open ayah 78:38

    જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને જે યોગ્ય વાત કહેશે.

  39. ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلۡحَقُّۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا

    Open ayah 78:39

    તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો કરી ઠેકાણુ બનાવી લે.

  40. إِنَّآ أَنذَرۡنَٰكُمۡ عَذَابٗا قَرِيبٗا يَوۡمَ يَنظُرُ ٱلۡمَرۡءُ مَا قَدَّمَتۡ يَدَاهُ وَيَقُولُ ٱلۡكَافِرُ يَٰلَيۡتَنِي كُنتُ تُرَٰبَۢا 

    Open ayah 78:40

    નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારા અઝાબથી ડરાવી દીધા, જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ જોઇ લેશે, અને કાફિર કહેશે કે કાશ! હું માટી હોત.