المرسلات
Al-Mursalaat
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفٗا
Open ayah 77:1તે હવાઓની કસમ ! જે ધીમી ધીમે ચાલે છે.
فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفٗا
Open ayah 77:2પછી તીવ્ર હવાઓની કસમ!
وَٱلنَّٰشِرَٰتِ نَشۡرٗا
Open ayah 77:3પછી ઉકસાવીને વેરવિખેર કરનારા (વાદળોની કસમ !.
فَٱلۡفَٰرِقَٰتِ فَرۡقٗا
Open ayah 77:4પછી સત્ય અને અસત્યને અલગ કરી દેનાર (ફરિશ્તાઓ)ની કસમ !
فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا
Open ayah 77:5અને વહી લાવનારા ફરિશ્તાઓની કસમ !
عُذۡرًا أَوۡ نُذۡرًا
Open ayah 77:6જે (વહી પૂરાવા અને સચેત કરવા માટે છે.
إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٞ
Open ayah 77:7જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, તે નિ:શંક તે થઇને જ રહેશે.
فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتۡ
Open ayah 77:8જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتۡ
Open ayah 77:9અને જ્યારે આકાશ ફોડી નાખવામાં આવશે.
وَإِذَا ٱلۡجِبَالُ نُسِفَتۡ
Open ayah 77:10અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.
وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتۡ
Open ayah 77:11અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.
لِأَيِّ يَوۡمٍ أُجِّلَتۡ
Open ayah 77:12કેવા દિવસ માટે (આ બાબતમાં વિલંબ કરવામાં આવ્યો.
لِيَوۡمِ ٱلۡفَصۡلِ
Open ayah 77:13નિર્ણયના દિવસ માટે
وَمَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلۡفَصۡلِ
Open ayah 77:14અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે ?
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:15તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
أَلَمۡ نُهۡلِكِ ٱلۡأَوَّلِينَ
Open ayah 77:16શું અમે પહેલાના લોકોને નષ્ટ નથી કર્યા ?
ثُمَّ نُتۡبِعُهُمُ ٱلۡأٓخِرِينَ
Open ayah 77:17ફરી અમે તેમના પછી બીજાને મોકલતા રહીએ છીએ.
كَذَٰلِكَ نَفۡعَلُ بِٱلۡمُجۡرِمِينَ
Open ayah 77:18અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:19તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
أَلَمۡ نَخۡلُقكُّم مِّن مَّآءٖ مَّهِينٖ
Open ayah 77:20શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય થી પૈદા નથી કર્યા?
فَجَعَلۡنَٰهُ فِي قَرَارٖ مَّكِينٍ
Open ayah 77:21પછી અમે તેને એક સુરક્ષીત જગ્યાએ રાખ્યું.
إِلَىٰ قَدَرٖ مَّعۡلُومٖ
Open ayah 77:22એક નક્કી કરેલ સમય સુધી.
فَقَدَرۡنَا فَنِعۡمَ ٱلۡقَٰدِرُونَ
Open ayah 77:23પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:24તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ كِفَاتًا
Open ayah 77:25શું અમે ધરતીને સમેટવાવાળી ન બનાવી?
أَحۡيَآءٗ وَأَمۡوَٰتٗا
Open ayah 77:26જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.
وَجَعَلۡنَا فِيهَا رَوَٰسِيَ شَٰمِخَٰتٖ وَأَسۡقَيۡنَٰكُم مَّآءٗ فُرَاتٗا
Open ayah 77:27અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:28તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
ٱنطَلِقُوٓاْ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
Open ayah 77:29ચાલો ! તે જ જહન્નમ તરફ, જેને તમે જુઠલાવતા રહ્યા.
ٱنطَلِقُوٓاْ إِلَىٰ ظِلّٖ ذِي ثَلَٰثِ شُعَبٖ
Open ayah 77:30ચાલો ! તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
لَّا ظَلِيلٖ وَلَا يُغۡنِي مِنَ ٱللَّهَبِ
Open ayah 77:31જે ન તો તે છાયડો ઠંડો હશે અને ન તો લૂ થી બચાવશે.
إِنَّهَا تَرۡمِي بِشَرَرٖ كَٱلۡقَصۡرِ
Open ayah 77:32તે એટલા મોટા મોટા આગના ગોળા ફેંકશે, જે મહેલ જેવા હશે.
كَأَنَّهُۥ جِمَٰلَتٞ صُفۡرٞ
Open ayah 77:33(ઉછળવાનાં કારણે એવા લાગશે કે જેવું કે તે પીળા ઊંટો છે.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:34તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
هَٰذَا يَوۡمُ لَا يَنطِقُونَ
Open ayah 77:35આજ (નો દિવસ એવો હશે કે તેઓ કઈ પણ બોલી નહીં શકે.
وَلَا يُؤۡذَنُ لَهُمۡ فَيَعۡتَذِرُونَ
Open ayah 77:36અને ન તેમને બહાના માટે કોઈ તક આપવામાં આવશે.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:37તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِۖ جَمَعۡنَٰكُمۡ وَٱلۡأَوَّلِينَ
Open ayah 77:38આ છે નિર્ણયનો દિવસ, અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.
فَإِن كَانَ لَكُمۡ كَيۡدٞ فَكِيدُونِ
Open ayah 77:39બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:40તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
إِنَّ ٱلۡمُتَّقِينَ فِي ظِلَٰلٖ وَعُيُونٖ
Open ayah 77:41નિ:શંક ડરવાવાળા (તે દિવસે છાંયડામાં અને વહેતા ઝરણામાં હશે.
وَفَوَٰكِهَ مِمَّا يَشۡتَهُونَ
Open ayah 77:42અને જે ફળોની ઈચ્છા કરશે, તે તેમને મળશે.
كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
Open ayah 77:43(હે જન્નતીઓ મજાથી ખાવો પીવો, તે કાર્યોના બદલામાં, જે તમે કરતા રહ્યા.
إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ
Open ayah 77:44નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:45તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
كُلُواْ وَتَمَتَّعُواْ قَلِيلًا إِنَّكُم مُّجۡرِمُونَ
Open ayah 77:46(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં થોડાક જ દિવસ ખાઇ લો અને મોજ કરી લો, નિ:શંક તમે જ પાપી છો.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:47તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
وَإِذَا قِيلَ لَهُمُ ٱرۡكَعُواْ لَا يَرۡكَعُونَ
Open ayah 77:48તેમને જ્યારે તેમને (અલ્લાહ સામે ઝૂકવાનું કહેવામાં આવતું તો તેઓ ઝુકતા ન હતા.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Open ayah 77:49તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَهُۥ يُؤۡمِنُونَ
Open ayah 77:50હવે આ વાત (કુરઆન પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે?