المعارج

Al-Ma'aarij

The Ascending Stairways · Surah 70 · Ayahs: 44 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. سَأَلَ سَآئِلُۢ بِعَذَابٖ وَاقِعٖ

    Open ayah 70:1

    એક સવાલ કરનારાએ તે અઝાબ વિશે સવાલ કર્યો, જે સાબિત થઈને રહેશે.

  2. لِّلۡكَٰفِرِينَ لَيۡسَ لَهُۥ دَافِعٞ

    Open ayah 70:2

    કાફિરો પરથી જેને કોઇ ટાળનાર નથી.

  3. مِّنَ ٱللَّهِ ذِي ٱلۡمَعَارِجِ

    Open ayah 70:3

    (આ અઝાબ અલ્લાહ તરફથી (આવશે જે ઉચ્ચતા વાળો છે.

  4. تَعۡرُجُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيۡهِ فِي يَوۡمٖ كَانَ مِقۡدَارُهُۥ خَمۡسِينَ أَلۡفَ سَنَةٖ

    Open ayah 70:4

    જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ એક દિવસમાં ચઢે છે. જેની સમયમર્યાદા પચાસ હજાર વર્ષ છે.

  5. فَٱصۡبِرۡ صَبۡرٗا جَمِيلًا

    Open ayah 70:5

    બસ ! તુ સારી રીતે ધીરજ રાખ.

  6. إِنَّهُمۡ يَرَوۡنَهُۥ بَعِيدٗا

    Open ayah 70:6

    નિ:શંક આ લોકો તે (અઝાબ ને દૂર સમજી રહયા છે,

  7. وَنَرَىٰهُ قَرِيبٗا

    Open ayah 70:7

    પરંતુ અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.

  8. يَوۡمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلۡمُهۡلِ

    Open ayah 70:8

    જે દિવસે આકાશ ઊકળતા તાંબા જેવુ થઇ જશે.

  9. وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ

    Open ayah 70:9

    અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.

  10. وَلَا يَسۡـَٔلُ حَمِيمٌ حَمِيمٗا 

    Open ayah 70:10

    તે દિવસે કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.

  11. يُبَصَّرُونَهُمۡۚ يَوَدُّ ٱلۡمُجۡرِمُ لَوۡ يَفۡتَدِي مِنۡ عَذَابِ يَوۡمِئِذِۭ بِبَنِيهِ

    Open ayah 70:11

    જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે, તે દિવસે અઝાબથી બચવા માટે ગુનેગાર એવું ઈચ્છશે કે પોતાના દીકરાઓને મુક્તિદંડ રૂપે આપી દે.

  12. وَصَٰحِبَتِهِۦ وَأَخِيهِ

    Open ayah 70:12

    પોતાની પત્નિને અને પોતાના ભાઇને

  13. وَفَصِيلَتِهِ ٱلَّتِي تُـٔۡوِيهِ

    Open ayah 70:13

    અને પોતાના તે કુટુંબીજનોને, જેઓ તેને આશરો આપતા હતા.

  14. وَمَن فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا ثُمَّ يُنجِيهِ

    Open ayah 70:14

    અને જે કઈ જમીનમાં છે તે બધું જ આપી પોતાને બચાવી લે.

  15. كَلَّآۖ إِنَّهَا لَظَىٰ

    Open ayah 70:15

    (પરંતુ કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ હશે.

  16. نَزَّاعَةٗ لِّلشَّوَىٰ

    Open ayah 70:16

    જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.

  17. تَدۡعُواْ مَنۡ أَدۡبَرَ وَتَوَلَّىٰ

    Open ayah 70:17

    તે (આગ તે દરેક વ્યક્તિને પોકારશે, જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.

  18. وَجَمَعَ فَأَوۡعَىٰٓ

    Open ayah 70:18

    અને ભેગુ કરીને સંભાળી રાખતો હશે.

  19. ۞إِنَّ ٱلۡإِنسَٰنَ خُلِقَ هَلُوعًا

    Open ayah 70:19

    ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.

  20. إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعٗا 

    Open ayah 70:20

    જ્યારે તેને પરેશાની પહોંચે છે, તો ગભરાઇ જાય છે.

  21. وَإِذَا مَسَّهُ ٱلۡخَيۡرُ مَنُوعًا

    Open ayah 70:21

    અને જ્યારે રાહત મળે છે, તો કંજુસી કરવા લાગે છે.

  22. إِلَّا ٱلۡمُصَلِّينَ

    Open ayah 70:22

    પરંતુ નમાઝ પઢવાવાળા.

  23. ٱلَّذِينَ هُمۡ عَلَىٰ صَلَاتِهِمۡ دَآئِمُونَ

    Open ayah 70:23

    જેઓ પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.

  24. وَٱلَّذِينَ فِيٓ أَمۡوَٰلِهِمۡ حَقّٞ مَّعۡلُومٞ

    Open ayah 70:24

    અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.

  25. لِّلسَّآئِلِ وَٱلۡمَحۡرُومِ

    Open ayah 70:25

    માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.

  26. وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوۡمِ ٱلدِّينِ

    Open ayah 70:26

    અને જે કયામતના દિવસની પુષ્ટિ કરે છે.

  27. وَٱلَّذِينَ هُم مِّنۡ عَذَابِ رَبِّهِم مُّشۡفِقُونَ

    Open ayah 70:27

    અને જે પોતાના પાલનહારના અઝાબથી ડરતા રહે છે.

  28. إِنَّ عَذَابَ رَبِّهِمۡ غَيۡرُ مَأۡمُونٖ

    Open ayah 70:28

    કારણકે તેમના પાલનહારનો અઝાબ નીડર થવા જેવી વસ્તુ નથી.

  29. وَٱلَّذِينَ هُمۡ لِفُرُوجِهِمۡ حَٰفِظُونَ

    Open ayah 70:29

    અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી રક્ષા કરે છે..

  30. إِلَّا عَلَىٰٓ أَزۡوَٰجِهِمۡ أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ فَإِنَّهُمۡ غَيۡرُ مَلُومِينَ 

    Open ayah 70:30

    હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ નિંદા નથી.

  31. فَمَنِ ٱبۡتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡعَادُونَ

    Open ayah 70:31

    હવે જે કોઇ તેના સિવાય અન્ય (રસ્તો શોધશે, તો આવા લોકો હદ વટાવી જનારા છે.

  32. وَٱلَّذِينَ هُمۡ لِأَمَٰنَٰتِهِمۡ وَعَهۡدِهِمۡ رَٰعُونَ

    Open ayah 70:32

    અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.

  33. وَٱلَّذِينَ هُم بِشَهَٰدَٰتِهِمۡ قَآئِمُونَ

    Open ayah 70:33

    અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.

  34. وَٱلَّذِينَ هُمۡ عَلَىٰ صَلَاتِهِمۡ يُحَافِظُونَ

    Open ayah 70:34

    અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.

  35. أُوْلَٰٓئِكَ فِي جَنَّٰتٖ مُّكۡرَمُونَ

    Open ayah 70:35

    આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.

  36. فَمَالِ ٱلَّذِينَ كَفَرُواْ قِبَلَكَ مُهۡطِعِينَ

    Open ayah 70:36

    બસ ! આ કાફિરોને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવી રહ્યા છે.

  37. عَنِ ٱلۡيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ

    Open ayah 70:37

    જમણે અને ડાબેથી, જૂથના જૂથ (આવી રહ્યા છે)

  38. أَيَطۡمَعُ كُلُّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ أَن يُدۡخَلَ جَنَّةَ نَعِيمٖ

    Open ayah 70:38

    શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે ?

  39. كَلَّآۖ إِنَّا خَلَقۡنَٰهُم مِّمَّا يَعۡلَمُونَ

    Open ayah 70:39

    (આવું કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ થી સર્જન કર્યુ છે, જેને તેઓ પોતે પણ જાણે છે.

  40. فَلَآ أُقۡسِمُ بِرَبِّ ٱلۡمَشَٰرِقِ وَٱلۡمَغَٰرِبِ إِنَّا لَقَٰدِرُونَ 

    Open ayah 70:40

    બસ ! હું પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની કસમ ખાઈને કહું છું (કે અમે ખરેખર આ વાત પર કુદરત ધરાવીએ છીએ.

  41. عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيۡرٗا مِّنۡهُمۡ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ

    Open ayah 70:41

    કે અમે તેમના બદલે તેમનાથી સારા લોકોને લઇને આવીએ, અને અમે અક્ષમ કરનાર કોઈ નથી.

  42. فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ

    Open ayah 70:42

    બસ ! તુ એમને લડતા ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે તેઓ તે દિવસ જોઈ લે, જેનું તેમને વચન આપવામાં આવે છે.

  43. يَوۡمَ يَخۡرُجُونَ مِنَ ٱلۡأَجۡدَاثِ سِرَاعٗا كَأَنَّهُمۡ إِلَىٰ نُصُبٖ يُوفِضُونَ

    Open ayah 70:43

    જે દિવસે તે લોકો પોતાની કબરોમાંથી નીકળી એવી રીતે દોડતા જઈ રહ્યા હશે, જેવું કે પોતાના પૂજકો પાસે દોડતા જઈ રહ્યા હોય.

  44. خَٰشِعَةً أَبۡصَٰرُهُمۡ تَرۡهَقُهُمۡ ذِلَّةٞۚ ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلَّذِي كَانُواْ يُوعَدُونَ

    Open ayah 70:44

    તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે, તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.