المدثر
Al-Muddaththir
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
يَٰٓأَيُّهَا ٱلۡمُدَّثِّرُ
Open ayah 74:1હે (મુહમ્મદ જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.
قُمۡ فَأَنذِرۡ
Open ayah 74:2ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી ડરાવો.
وَرَبَّكَ فَكَبِّرۡ
Open ayah 74:3અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો
وَثِيَابَكَ فَطَهِّرۡ
Open ayah 74:4અને પોતાના કપડા પાક સાફ રાખો.
وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ
Open ayah 74:5અને ગંદકીથી દૂર રહો.
وَلَا تَمۡنُن تَسۡتَكۡثِرُ
Open ayah 74:6અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો.
وَلِرَبِّكَ فَٱصۡبِرۡ
Open ayah 74:7અને પોતાના પાલનહાર માટે સબર કરો.
فَإِذَا نُقِرَ فِي ٱلنَّاقُورِ
Open ayah 74:8ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે.
فَذَٰلِكَ يَوۡمَئِذٖ يَوۡمٌ عَسِيرٌ
Open ayah 74:9તો તે દિવસ ખૂબ જ ભારે હશે.
عَلَى ٱلۡكَٰفِرِينَ غَيۡرُ يَسِيرٖ
Open ayah 74:10કાફિરો માટે સરળ નહિ હોય.
ذَرۡنِي وَمَنۡ خَلَقۡتُ وَحِيدٗا
Open ayah 74:11તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે.
وَجَعَلۡتُ لَهُۥ مَالٗا مَّمۡدُودٗا
Open ayah 74:12તેને ખૂબ માલ આપ્યો.
وَبَنِينَ شُهُودٗا
Open ayah 74:13અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા.
وَمَهَّدتُّ لَهُۥ تَمۡهِيدٗا
Open ayah 74:14અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો.
ثُمَّ يَطۡمَعُ أَنۡ أَزِيدَ
Open ayah 74:15પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું.
كَلَّآۖ إِنَّهُۥ كَانَ لِأٓيَٰتِنَا عَنِيدٗا
Open ayah 74:16આવું ક્યારેય નહિ થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે.
سَأُرۡهِقُهُۥ صَعُودًا
Open ayah 74:17હું નજીક માંજ તેને સખત ચઢાવીશ.
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ
Open ayah 74:18તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો.
فَقُتِلَ كَيۡفَ قَدَّرَ
Open ayah 74:19બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
ثُمَّ قُتِلَ كَيۡفَ قَدَّرَ
Open ayah 74:20પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
ثُمَّ نَظَرَ
Open ayah 74:21તેણે (પોતાના સાથીઓ તરફ જોયુ.
ثُمَّ عَبَسَ وَبَسَرَ
Open ayah 74:22પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ.
ثُمَّ أَدۡبَرَ وَٱسۡتَكۡبَرَ
Open ayah 74:23પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો.
فَقَالَ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ يُؤۡثَرُ
Open ayah 74:24અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે.
إِنۡ هَٰذَآ إِلَّا قَوۡلُ ٱلۡبَشَرِ
Open ayah 74:25આ તો માનવીની જ વાત છે.
سَأُصۡلِيهِ سَقَرَ
Open ayah 74:26હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ
Open ayah 74:27અને તમને શું ખબર કે જહન્નમ શું છે ?
لَا تُبۡقِي وَلَا تَذَرُ
Open ayah 74:28ન તે બાકી રાખશે અને ન તો છોડશે.
لَوَّاحَةٞ لِّلۡبَشَرِ
Open ayah 74:29ચામડીને બાળી નાખશે.
عَلَيۡهَا تِسۡعَةَ عَشَرَ
Open ayah 74:30અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી છે.
وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةٗۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةٗ لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنٗا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ
Open ayah 74:31અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે.
كَلَّا وَٱلۡقَمَرِ
Open ayah 74:32(પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે ચંદ્રની કસમ.
وَٱلَّيۡلِ إِذۡ أَدۡبَرَ
Open ayah 74:33અને રાતની, જ્યારે તે જવા લાગે.
وَٱلصُّبۡحِ إِذَآ أَسۡفَرَ
Open ayah 74:34અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
إِنَّهَا لَإِحۡدَى ٱلۡكُبَرِ
Open ayah 74:35કે (નિ:શંક તે જહન્નમ મોટી વસ્તુઓમાંથી એક છે.
نَذِيرٗا لِّلۡبَشَرِ
Open ayah 74:36તે માનવીઓ માટે ભયનું કારણ છે.
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَتَقَدَّمَ أَوۡ يَتَأَخَّرَ
Open ayah 74:37જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે.
كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ
Open ayah 74:38દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે.
إِلَّآ أَصۡحَٰبَ ٱلۡيَمِينِ
Open ayah 74:39સિવાય જમણા હાથવાળા.
فِي جَنَّٰتٖ يَتَسَآءَلُونَ
Open ayah 74:40કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે.
عَنِ ٱلۡمُجۡرِمِينَ
Open ayah 74:41ગુનેગાર વિશે
مَا سَلَكَكُمۡ فِي سَقَرَ
Open ayah 74:42તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી.
قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ
Open ayah 74:43તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ
Open ayah 74:44ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ
Open ayah 74:45અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં.
وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ
Open ayah 74:46અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ
Open ayah 74:47અહીં સુધી કે અમને મોત આવી ગઈ.
فَمَا تَنفَعُهُمۡ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ
Open ayah 74:48(તે સમયે ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે.
فَمَا لَهُمۡ عَنِ ٱلتَّذۡكِرَةِ مُعۡرِضِينَ
Open ayah 74:49તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
كَأَنَّهُمۡ حُمُرٞ مُّسۡتَنفِرَةٞ
Open ayah 74:50જાણે કે તેઓ જંગલી ગધેડા હોય.
فَرَّتۡ مِن قَسۡوَرَةِۭ
Open ayah 74:51જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
بَلۡ يُرِيدُ كُلُّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ أَن يُؤۡتَىٰ صُحُفٗا مُّنَشَّرَةٗ
Open ayah 74:52પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે.
كَلَّاۖ بَل لَّا يَخَافُونَ ٱلۡأٓخِرَةَ
Open ayah 74:53ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા.
كَلَّآ إِنَّهُۥ تَذۡكِرَةٞ
Open ayah 74:54સત્ય વાત તો એ છે કે આ (કુરઆન એક શિખામણ છે.
فَمَن شَآءَ ذَكَرَهُۥ
Open ayah 74:55હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે.
وَمَا يَذۡكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ هُوَ أَهۡلُ ٱلتَّقۡوَىٰ وَأَهۡلُ ٱلۡمَغۡفِرَةِ
Open ayah 74:56અને તેઓ શિખામણ પ્રાપ્ત નહિ કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે.