الفجر

Al-Fajr

The Dawn · Surah 89 · Ayahs: 30 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. وَٱلۡفَجۡرِ

    Open ayah 89:1

    કસમ છે ફજરના સમયની,

  2. وَلَيَالٍ عَشۡرٖ

    Open ayah 89:2

    અને દસ રાતોની

  3. وَٱلشَّفۡعِ وَٱلۡوَتۡرِ

    Open ayah 89:3

    અને યુગ્મ અને વિષમની

  4. وَٱلَّيۡلِ إِذَا يَسۡرِ

    Open ayah 89:4

    અને રાતની, જ્યારે તે જવા લાગે.

  5. هَلۡ فِي ذَٰلِكَ قَسَمٞ لِّذِي حِجۡرٍ

    Open ayah 89:5

    એક બુધ્ધિશાળી વ્યક્તિને (યકીન અપાવવા માટે આટલી કસમો પુરતી નથી ?

  6. أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ

    Open ayah 89:6

    શું તમે જોયું નથી કે તમારા પાલનહારે આદની સાથે કેવો વર્તાવ કર્યો ?

  7. إِرَمَ ذَاتِ ٱلۡعِمَادِ

    Open ayah 89:7

    સ્તંભોવાળા ઇરમની સાથે.

  8. ٱلَّتِي لَمۡ يُخۡلَقۡ مِثۡلُهَا فِي ٱلۡبِلَٰدِ

    Open ayah 89:8

    જેમના જેવી (કોઇ કોમ દુનિયામાં પેદા કરવામાં નથી આવી.

  9. وَثَمُودَ ٱلَّذِينَ جَابُواْ ٱلصَّخۡرَ بِٱلۡوَادِ

    Open ayah 89:9

    અને ષમૂદવાળા સાથે (કેવો વર્તાવ કર્યો), જે લોકોએ વાદીમાં પથ્થરો કોતર્યા હતા.

  10. وَفِرۡعَوۡنَ ذِي ٱلۡأَوۡتَادِ 

    Open ayah 89:10

    અને ફિરઔન સાથે, જે ખુંટાવાળો હતો.

  11. ٱلَّذِينَ طَغَوۡاْ فِي ٱلۡبِلَٰدِ

    Open ayah 89:11

    આ તે લોકો હતા, જે લોકોએ શહેરોમાં વિદ્રોહ કર્યો હતો.

  12. فَأَكۡثَرُواْ فِيهَا ٱلۡفَسَادَ

    Open ayah 89:12

    અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો.

  13. فَصَبَّ عَلَيۡهِمۡ رَبُّكَ سَوۡطَ عَذَابٍ

    Open ayah 89:13

    છેવટે તારા પાલનહારે તેમના પર અઝાબનો કોરડો વરસાવી દીધો.

  14. إِنَّ رَبَّكَ لَبِٱلۡمِرۡصَادِ

    Open ayah 89:14

    હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે.

  15. فَأَمَّا ٱلۡإِنسَٰنُ إِذَا مَا ٱبۡتَلَىٰهُ رَبُّهُۥ فَأَكۡرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَكۡرَمَنِ

    Open ayah 89:15

    પરતું મનુષ્ય સ્થિતિ એવી હોય છે કે જયારે તેનો પાલનહાર તેને અજમાયશમાં નાખે છે અને તેને ઇઝઝત તેમજ નેઅમતો આપે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ સન્માન કર્યું.

  16. وَأَمَّآ إِذَا مَا ٱبۡتَلَىٰهُ فَقَدَرَ عَلَيۡهِ رِزۡقَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَهَٰنَنِ

    Open ayah 89:16

    અને જ્યારે તેને અજમાયશમાં અનાખી, તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ અપમાન કર્યું.

  17. كَلَّاۖ بَل لَّا تُكۡرِمُونَ ٱلۡيَتِيمَ

    Open ayah 89:17

    (આવું કરવું યોગ્ય નથી પરંતુ (વાત એવી છે કે તમે જ અનાથનો આદર નથી કરતા.

  18. وَلَا تَحَٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ

    Open ayah 89:18

    અને ગરીબોને ખવડાવવા માટે એક બીજાને ઉભારતા નથી.

  19. وَتَأۡكُلُونَ ٱلتُّرَاثَ أَكۡلٗا لَّمّٗا

    Open ayah 89:19

    અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો.

  20. وَتُحِبُّونَ ٱلۡمَالَ حُبّٗا جَمّٗا 

    Open ayah 89:20

    અને માલથી ખુબ પ્રેમ કરો છો.

  21. كَلَّآۖ إِذَا دُكَّتِ ٱلۡأَرۡضُ دَكّٗا دَكّٗا

    Open ayah 89:21

    કદાપિ નહીં, જ્યારે ધરતી ચૂરે ચૂરા કરીને બરાબર કરી દેવામાં આવશે.

  22. وَجَآءَ رَبُّكَ وَٱلۡمَلَكُ صَفّٗا صَفّٗا

    Open ayah 89:22

    અને તમારો પાલનહાર અને કતારબંધ ફરિશ્તાઓ (હશ્રના મેદાનમાં આવશે.

  23. وَجِاْيٓءَ يَوۡمَئِذِۭ بِجَهَنَّمَۚ يَوۡمَئِذٖ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكۡرَىٰ

    Open ayah 89:23

    અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે, તે સમયે માનવે નસીહત તો કબુલ કરશે, પરતું તે દિવસે નસીહત કબુલ કરવું તેને કઈ ફાયદો નહિ પહોચાડે.

  24. يَقُولُ يَٰلَيۡتَنِي قَدَّمۡتُ لِحَيَاتِي

    Open ayah 89:24

    અને તે કહેશે કે કાશ ! મેં પોતાના આ જીવન માટે કંઇ આગળ મોકલ્યું હોત.

  25. فَيَوۡمَئِذٖ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٞ

    Open ayah 89:25

    બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય.

  26. وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٞ

    Open ayah 89:26

    અને જે રીતે પકડી શકે છે, તેના જેવી પકડ કોઈ નથી કરી શકતું.

  27. يَٰٓأَيَّتُهَا ٱلنَّفۡسُ ٱلۡمُطۡمَئِنَّةُ

    Open ayah 89:27

    ઓ સંતોષી જીવ

  28. ٱرۡجِعِيٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةٗ مَّرۡضِيَّةٗ

    Open ayah 89:28

    તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન હોય.

  29. فَٱدۡخُلِي فِي عِبَٰدِي

    Open ayah 89:29

    બસ મારા નેક બંદાઓ સાથે થઇ જા.

  30. وَٱدۡخُلِي جَنَّتِي 

    Open ayah 89:30

    અને મારી જન્નતમાં દાખલ થઇ જા.