الغاشية

Al-Ghaashiya

The Overwhelming · Surah 88 · Ayahs: 26 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡغَٰشِيَةِ

    Open ayah 88:1

    શું તમારી પાસે છવાઈ જનારી (કયામત ની વાત પહોંચી?

  2. وُجُوهٞ يَوۡمَئِذٍ خَٰشِعَةٌ

    Open ayah 88:2

    તે દિવસે કેટલાક ચહેરા ભયભીત હશે.

  3. عَامِلَةٞ نَّاصِبَةٞ

    Open ayah 88:3

    (અને પરિશ્રમ કરનારા થાકેલા હશે.

  4. تَصۡلَىٰ نَارًا حَامِيَةٗ

    Open ayah 88:4

    તેઓ ભડકતી આગમાં જશે.

  5. تُسۡقَىٰ مِنۡ عَيۡنٍ ءَانِيَةٖ

    Open ayah 88:5

    અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે.

  6. لَّيۡسَ لَهُمۡ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٖ

    Open ayah 88:6

    તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ભોજન નહીં હોય.

  7. لَّا يُسۡمِنُ وَلَا يُغۡنِي مِن جُوعٖ

    Open ayah 88:7

    જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે.

  8. وُجُوهٞ يَوۡمَئِذٖ نَّاعِمَةٞ

    Open ayah 88:8

    અને કેટલાક ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ હશે.

  9. لِّسَعۡيِهَا رَاضِيَةٞ

    Open ayah 88:9

    પોતાના પ્રયત્નોથી ખુશ હશે.

  10. فِي جَنَّةٍ عَالِيَةٖ 

    Open ayah 88:10

    ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે.

  11. لَّا تَسۡمَعُ فِيهَا لَٰغِيَةٗ

    Open ayah 88:11

    તેમાં કોઇ બકવાસ વાત નહી સાંભળે.

  12. فِيهَا عَيۡنٞ جَارِيَةٞ

    Open ayah 88:12

    તેમાં એક વહેતુ ઝરણું હશે.

  13. فِيهَا سُرُرٞ مَّرۡفُوعَةٞ

    Open ayah 88:13

    (અને તેમાં ઊંચા ઊંચા આસન હશે.

  14. وَأَكۡوَابٞ مَّوۡضُوعَةٞ

    Open ayah 88:14

    તેમાં સામે મુકેલા પ્યાલા (હશે).

  15. وَنَمَارِقُ مَصۡفُوفَةٞ

    Open ayah 88:15

    અને એક કતારમાં મુકેલા તકીયા હશે.

  16. وَزَرَابِيُّ مَبۡثُوثَةٌ

    Open ayah 88:16

    અને મખમલી જાજમો ફેલાયેલી હશે.

  17. أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلۡإِبِلِ كَيۡفَ خُلِقَتۡ

    Open ayah 88:17

    શું તેઓ ઊંટ તરફ જોતા નથી કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યુ છે?

  18. وَإِلَى ٱلسَّمَآءِ كَيۡفَ رُفِعَتۡ

    Open ayah 88:18

    અને આકાશ તરફ, કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે?

  19. وَإِلَى ٱلۡجِبَالِ كَيۡفَ نُصِبَتۡ

    Open ayah 88:19

    અને પર્વતો તરફ, કે કઇ રીતે ઠોસી દેવામાં આવ્યા છે?

  20. وَإِلَى ٱلۡأَرۡضِ كَيۡفَ سُطِحَتۡ 

    Open ayah 88:20

    અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે?

  21. فَذَكِّرۡ إِنَّمَآ أَنتَ مُذَكِّرٞ

    Open ayah 88:21

    બસ તમે નસીહત કરતા રહો. (કારણકે તમે તો ફક્ત નસીહત કરનાર છો.

  22. لَّسۡتَ عَلَيۡهِم بِمُصَيۡطِرٍ

    Open ayah 88:22

    તમે તેમના ઉપર રખેવાળ નથી.

  23. إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ

    Open ayah 88:23

    હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને કુફ્ર કરશે.

  24. فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلۡعَذَابَ ٱلۡأَكۡبَرَ

    Open ayah 88:24

    તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે.

  25. إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ

    Open ayah 88:25

    ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.

  26. ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم

    Open ayah 88:26

    અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે.