البلد

Al-Balad

The City · Surah 90 · Ayahs: 20 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. لَآ أُقۡسِمُ بِهَٰذَا ٱلۡبَلَدِ

    Open ayah 90:1

    હું આ શહેર (મક્કા)ની કસમ ખાઉં છું.

  2. وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ

    Open ayah 90:2

    જ્યારે કે તમે આ શહેરમાં રહો છો.

  3. وَوَالِدٖ وَمَا وَلَدَ

    Open ayah 90:3

    અને માનવીઓના પિતા અને સંતાનની કસમ !

  4. لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِي كَبَدٍ

    Open ayah 90:4

    નિ:શંક અમે માનવીનું સર્જન (ખુબ જ કષ્ટમાં કર્યુ ,

  5. أَيَحۡسَبُ أَن لَّن يَقۡدِرَ عَلَيۡهِ أَحَدٞ

    Open ayah 90:5

    શું તે એમ સમજે છે કે કે તેના પર કોઇ કાબુ નહીં કરી શકે ?

  6. يَقُولُ أَهۡلَكۡتُ مَالٗا لُّبَدًا

    Open ayah 90:6

    કહેતો (ફરે છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું.

  7. أَيَحۡسَبُ أَن لَّمۡ يَرَهُۥٓ أَحَدٌ

    Open ayah 90:7

    શું (એમ સમજે છે કે કોઇએ તેને જોયો (પણ નથી ?

  8. أَلَمۡ نَجۡعَل لَّهُۥ عَيۡنَيۡنِ

    Open ayah 90:8

    શું અમે તેની બન્ને આંખો નથી બનાવી.

  9. وَلِسَانٗا وَشَفَتَيۡنِ

    Open ayah 90:9

    અને એક જબાન અને બે હોઠ (નથી બનાવ્યા)?

  10. وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ 

    Open ayah 90:10

    અમે તેને બન્ને માર્ગ દેખાડી દીધા છે.

  11. فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ

    Open ayah 90:11

    પરંતુ તે ઘાટીમાં પસાર ન થઇ શક્યો.

  12. وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡعَقَبَةُ

    Open ayah 90:12

    અને તમને શું ખબર કે તે ઘાટી શું છે ?

  13. فَكُّ رَقَبَةٍ

    Open ayah 90:13

    તે છે, કોઈ ગુલામને મુક્ત કરાવવું.

  14. أَوۡ إِطۡعَٰمٞ فِي يَوۡمٖ ذِي مَسۡغَبَةٖ

    Open ayah 90:14

    અથવા તો ભુખમરાના દિવસે ભોજન કરાવવું.

  15. يَتِيمٗا ذَا مَقۡرَبَةٍ

    Open ayah 90:15

    કોઇ સંબધી અનાથને

  16. أَوۡ مِسۡكِينٗا ذَا مَتۡرَبَةٖ

    Open ayah 90:16

    અથવા તો રઝળતા લાચારને.

  17. ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ

    Open ayah 90:17

    ફરી તે લોકો માંથી થઇ જતો, જેઓ ઇમાન લાવ્યા અને એક બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરતા રહ્યા.

  18. أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ

    Open ayah 90:18

    આ જ તે લોકો છે, જે સારા નસીબવાળા છે.

  19. وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ

    Open ayah 90:19

    અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુર્ભાગી લોકો છે.

  20. عَلَيۡهِمۡ نَارٞ مُّؤۡصَدَةُۢ 

    Open ayah 90:20

    તેમના માટે આગ હશે. જે ચારેય બાજુથી બંધ કરી દેવામાં આવી છે.