البروج
Al-Burooj
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلۡبُرُوجِ
Open ayah 85:1બુરૂજોવાળા આકાશની કસમ!
وَٱلۡيَوۡمِ ٱلۡمَوۡعُودِ
Open ayah 85:2અને તે દિવસની, જેનું વચન આપવામાં આવ્યું છે.
وَشَاهِدٖ وَمَشۡهُودٖ
Open ayah 85:3હાજર થવાવાળા અને હાજર કરેલાની કસમ !
قُتِلَ أَصۡحَٰبُ ٱلۡأُخۡدُودِ
Open ayah 85:4અલ્લાહની લઅનત છે, તે ખાડા (ખોદનાર લોકો પર.
ٱلنَّارِ ذَاتِ ٱلۡوَقُودِ
Open ayah 85:5જેમાં ઇંધણવાળી આગ હતી.
إِذۡ هُمۡ عَلَيۡهَا قُعُودٞ
Open ayah 85:6જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા.
وَهُمۡ عَلَىٰ مَا يَفۡعَلُونَ بِٱلۡمُؤۡمِنِينَ شُهُودٞ
Open ayah 85:7અને જે કઈ ઈમાનવાળાઓ સાથે કરી રહ્યા હતા, તેને પોતાની સામે જોઇ રહ્યા હતા.
وَمَا نَقَمُواْ مِنۡهُمۡ إِلَّآ أَن يُؤۡمِنُواْ بِٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ
Open ayah 85:8અને તે લોકોને ઇમાનવાળાઓની આ જ વાત ખરાબ લાગતી હતી કે તેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા, જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે.
ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ
Open ayah 85:9આકાશો અને જમીન પર બાદશાહત તેની જ છે અને દરેક વસ્તુ અલ્લાહ તઆલાની સામે જ છે.
إِنَّ ٱلَّذِينَ فَتَنُواْ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ لَمۡ يَتُوبُواْ فَلَهُمۡ عَذَابُ جَهَنَّمَ وَلَهُمۡ عَذَابُ ٱلۡحَرِيقِ
Open ayah 85:10જે લોકોએ મોમિન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો, પછી તૌબા (પણ ન કરી તો તેમના માટે જહન્નમનો અઝાબ છે અને તેમના માટે એવો અઝાબ છે, જે તેમને ભષ્મ કરી દેશે.
إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡكَبِيرُ
Open ayah 85:11નિ:શંક ઇમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમના માટે એવા બગીચા છે, જેની નીચે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે.
إِنَّ بَطۡشَ رَبِّكَ لَشَدِيدٌ
Open ayah 85:12નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે.
إِنَّهُۥ هُوَ يُبۡدِئُ وَيُعِيدُ
Open ayah 85:13તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે.
وَهُوَ ٱلۡغَفُورُ ٱلۡوَدُودُ
Open ayah 85:14તે ખૂબ માફ કરવાવાળો અને ખુબ જ મોહબ્બત કરનાર છે.
ذُو ٱلۡعَرۡشِ ٱلۡمَجِيدُ
Open ayah 85:15અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે.
فَعَّالٞ لِّمَا يُرِيدُ
Open ayah 85:16જે ઇચ્છે, તેને કરી નાખનાર છે.
هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡجُنُودِ
Open ayah 85:17શું તમારી પાસે સેનાઓની સુચના પહોંચી છે.?
فِرۡعَوۡنَ وَثَمُودَ
Open ayah 85:18(એટલે કે ફિરઔન અને ષમૂદના (લશ્કરોની)
بَلِ ٱلَّذِينَ كَفَرُواْ فِي تَكۡذِيبٖ
Open ayah 85:19પરંતુ કાફિરો તો જુઠલાવવામાં લાગેલા છે.
وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطُۢ
Open ayah 85:20અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે.
بَلۡ هُوَ قُرۡءَانٞ مَّجِيدٞ
Open ayah 85:21પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ.
فِي لَوۡحٖ مَّحۡفُوظِۭ
Open ayah 85:22લૌહે મહફૂઝ માં (લખેલું છે.