الطارق

At-Taariq

The Morning Star · Surah 86 · Ayahs: 17 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ

    Open ayah 86:1

    કસમ છે ,આકાશની અને રાતમાં આવનારની,

  2. وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلطَّارِقُ

    Open ayah 86:2

    તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે ?

  3. ٱلنَّجۡمُ ٱلثَّاقِبُ

    Open ayah 86:3

    તે ચમકતો તારો છે.

  4. إِن كُلُّ نَفۡسٖ لَّمَّا عَلَيۡهَا حَافِظٞ

    Open ayah 86:4

    કોઇ (જીવ એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો ન હોય.

  5. فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ مِمَّ خُلِقَ

    Open ayah 86:5

    માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.

  6. خُلِقَ مِن مَّآءٖ دَافِقٖ

    Open ayah 86:6

    તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે.

  7. يَخۡرُجُ مِنۢ بَيۡنِ ٱلصُّلۡبِ وَٱلتَّرَآئِبِ

    Open ayah 86:7

    જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે.

  8. إِنَّهُۥ عَلَىٰ رَجۡعِهِۦ لَقَادِرٞ

    Open ayah 86:8

    ખરેખર તે (અલ્લાહ તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે.

  9. يَوۡمَ تُبۡلَى ٱلسَّرَآئِرُ

    Open ayah 86:9

    જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.

  10. فَمَا لَهُۥ مِن قُوَّةٖ وَلَا نَاصِرٖ 

    Open ayah 86:10

    માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે.

  11. وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجۡعِ

    Open ayah 86:11

    કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે.

  12. وَٱلۡأَرۡضِ ذَاتِ ٱلصَّدۡعِ

    Open ayah 86:12

    અને ધરતીની જે ફાટી જાય છે.

  13. إِنَّهُۥ لَقَوۡلٞ فَصۡلٞ

    Open ayah 86:13

    વાસ્તવમાં આ (કુરઆન ફેસલો કરનાર વાત છે.

  14. وَمَا هُوَ بِٱلۡهَزۡلِ

    Open ayah 86:14

    આ ઠઠ્ઠા મશ્કરીની વાત નથી.

  15. إِنَّهُمۡ يَكِيدُونَ كَيۡدٗا

    Open ayah 86:15

    ખરેખર આ (કાફિર લોકો યુક્તિ કરી રહ્યા છે.

  16. وَأَكِيدُ كَيۡدٗا

    Open ayah 86:16

    અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.

  17. فَمَهِّلِ ٱلۡكَٰفِرِينَ أَمۡهِلۡهُمۡ رُوَيۡدَۢا

    Open ayah 86:17

    બસ ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો.