الهمزة

Al-Humaza

The Traducer · Surah 104 · Ayahs: 9 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ

    Open ayah 104:1

    દરેક મેણા ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે.

  2. ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ

    Open ayah 104:2

    જેણે ધન ભેગું કર્યું, અને ગણી ગણીને રાખ્યું.

  3. يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

    Open ayah 104:3

    તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.

  4. كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

    Open ayah 104:4

    કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.

  5. وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

    Open ayah 104:5

    અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ?

  6. نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ

    Open ayah 104:6

    અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.

  7. ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ

    Open ayah 104:7

    જે હૃદયો પર ચઢતી જશે.

  8. إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ

    Open ayah 104:8

    તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.

  9. فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ

    Open ayah 104:9

    મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)