الليل
Al-Lail
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ
Open ayah 92:1રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય.
وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ
Open ayah 92:2કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય.
وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
Open ayah 92:3તે હસ્તીની કસમ ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ.
إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ
Open ayah 92:4નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.
فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ
Open ayah 92:5પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો.
وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ
Open ayah 92:6અને સારી વાતોની પુષ્ટિ કરી.
فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ
Open ayah 92:7તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું.
وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ
Open ayah 92:8પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો.
وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ
Open ayah 92:9અને સારી વાતોને જુઠલાવી
فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ
Open ayah 92:10તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.
وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ
Open ayah 92:11અને જ્યારે તે (જહન્નમમાં પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે.
إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ
Open ayah 92:12નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.
وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ
Open ayah 92:13અને આખિરત તેમજ દુનિયા (બન્નેના માલિક અમે જ છે.
فَأَنذَرۡتُكُمۡ نَارٗا تَلَظَّىٰ
Open ayah 92:14મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.
لَا يَصۡلَىٰهَآ إِلَّا ٱلۡأَشۡقَى
Open ayah 92:15જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે.
ٱلَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
Open ayah 92:16જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.
وَسَيُجَنَّبُهَا ٱلۡأَتۡقَى
Open ayah 92:17અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.
ٱلَّذِي يُؤۡتِي مَالَهُۥ يَتَزَكَّىٰ
Open ayah 92:18જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.
وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةٖ تُجۡزَىٰٓ
Open ayah 92:19તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો.
إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِ ٱلۡأَعۡلَىٰ
Open ayah 92:20પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.)
وَلَسَوۡفَ يَرۡضَىٰ
Open ayah 92:21નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે.