العلق
Al-Alaq
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ
Open ayah 96:1પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને પેદા કરી. કર્યુ.
خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ
Open ayah 96:2જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ.
ٱقۡرَأۡ وَرَبُّكَ ٱلۡأَكۡرَمُ
Open ayah 96:3પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે.
ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ
Open ayah 96:4જેણે પેન વડે (જ્ઞાન શીખવાડયું.
عَلَّمَ ٱلۡإِنسَٰنَ مَا لَمۡ يَعۡلَمۡ
Open ayah 96:5માનવીને તે કઈ શીખવાડયું, જે તે નહતો જાણતો .
كَلَّآ إِنَّ ٱلۡإِنسَٰنَ لَيَطۡغَىٰٓ
Open ayah 96:6ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે.
أَن رَّءَاهُ ٱسۡتَغۡنَىٰٓ
Open ayah 96:7એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ સમજે છે.
إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجۡعَىٰٓ
Open ayah 96:8ખરેખર (તમારે પોતાના પાલનહાર તરફ પાછા ફરવાનું છે.
أَرَءَيۡتَ ٱلَّذِي يَنۡهَىٰ
Open ayah 96:9શું તમે તે વ્યક્તિને જોયો, જે રોકે છે.
عَبۡدًا إِذَا صَلَّىٰٓ
Open ayah 96:10જ્યારે કે તે બંદો નમાઝ પઢતો હોય છે.
أَرَءَيۡتَ إِن كَانَ عَلَى ٱلۡهُدَىٰٓ
Open ayah 96:11થોડુંક વિચારો ! જો તે બંદો હિદાયત પર હોય,
أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ
Open ayah 96:12અથવા તો તક્વાનો આદેશ આપતો હોય. (તો શું તેને રોકવું ગુમરાહી નથી)?
أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ
Open ayah 96:13અને થોડો વિચાર કરો (તે રોકનાર જો તે સત્ય વાત જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય,
أَلَمۡ يَعۡلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ
Open ayah 96:14તો શું તે નથી જાણતો કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.
كَلَّا لَئِن لَّمۡ يَنتَهِ لَنَسۡفَعَۢا بِٱلنَّاصِيَةِ
Open ayah 96:15કદાપિ નહી, જો તે આવું જ કરતો રહેશે, તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું.
نَاصِيَةٖ كَٰذِبَةٍ خَاطِئَةٖ
Open ayah 96:16એવુ કપાળ, જે જુઠ્ઠુ પાપી છે.
فَلۡيَدۡعُ نَادِيَهُۥ
Open ayah 96:17હવે તે પોતાના મજલીસ વાળાઓને બોલાવી લે.
سَنَدۡعُ ٱلزَّبَانِيَةَ
Open ayah 96:18અમે પણ (અઝાબના ફરિશ્તાઓને બોલાવી લઇશું.
كَلَّا لَا تُطِعۡهُ وَٱسۡجُدۡۤ وَٱقۡتَرِب۩
Open ayah 96:19ક્યારેય નહી, ! તેની વાત કદાપિ ન માનશો. અને સિજદો કરી (પોતાના પાલનહારની નિકટતા પ્રાપ્ત કરો.